Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં નવલખા તથા ઘી કુડીયા મંડળો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઈ.

Share

ગુજરાતમાં ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી માટે ભક્તોએ તૈયારીઓ શરૂ કરી હતી. આ વખતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 19 ઓગસ્ટ 2022 ના રોજ ઉજવવામાં આવી. કૃષ્ણ જન્માષ્ટમીને ગોકુલાષ્ટમી અને શ્રી કૃષ્ણ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી પર મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ભક્તો ભગવાન કૃષ્ણની જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત કેટલાક ઉપાયો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. કહેવાય છે કે જન્માષ્ટમીની રાત મહત્વની અને ખાસ હોય છે. આ રાત્રે લેવાયેલા ઉપાયો અસરકારક સાબિત થાય છે.

ત્યારે ભરૂચમાં નવલખા તથા ઘી કુડીયા મંડળો દ્વારા જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. રાત્રિ દરમિયાન મટકી ફોડી ધૂમધામથી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદથી આખું વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાનાં વલણ ગામમાં માર્ગોનાં રીસરફેસિંગ તેમજ ગ્રામ પંચાયતનાં નવનિર્મિત મકાનનું ખાત મુહૂર્ત કરાયું હતું…

ProudOfGujarat

નડિયાદમાં મહિલા રસ્તો ભૂલી જતા ગામમાં મૂકી જવાનું કહી ઇસમે દુષ્કર્મ ગુજાર્યુ

ProudOfGujarat

વલસાડમાં અસ્થિર મગજના ઈસમે નશામાં રાહદારી મહિલા ઉપર બાટલી વડે હુમલો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!