Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વેજલપુરના મિસ્ત્રી સમાજના બે યુવાનોએ પીએસઆઈની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં સન્માન કરાયું.

Share

ભરૂચ વેજલપુરના મિસ્ત્રી સમાજના બે યુવાનોએ પીએસઆઈની સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ કરતા સમાજમાં આનંદનો માહોલ છવાયો છે. શૈલેષભાઈ સંચાલિત ચાવજની પ્રાઈમ હોસ્પિટલ અને મિત્રવર્તુળ દ્વારા તેમનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ ગાંધીનગર દ્વારા ગત 29 મી મે 2022 ના રોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર વર્ગ 3 સવર્ગની ( મોડ 2) ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ગુજરાત રાજ્ય સહિત ભરૂચ જિલ્લાના પણ અંદાજીત 70 થી 80 પોલીસ કર્મીઓએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું 31 મી જુલાઈ 2022 માં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના કુલ 06 પોલીસ કર્મીઓએ પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતાં. જેમાં વેજલપુર મિસ્ત્રી સમાજના બે યુવાનો ઇન્દ્રવદન કનુભાઈ મિસ્ત્રી અને મનીષ બાબુભાઇ મિસ્ત્રી પણ ભારે પરિશ્રમ કરીને ઉત્તીર્ણ થતા સમાજમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. જેના ભાગરૂપે ભરૂચના ચાવજ ખાતે આવેલી પ્રાઈમ હોસ્પિટલના સંચાલક અને લોકોની સેવા માટે હર હમેશ તૈયાર રહેતાં સામાજિક કાર્યકર્તા શૈલેષભાઈ પટેલ અને તેમના મિત્રવર્તુળ દ્વારા આ બંનેય મિત્રોનું શાલ ઓઢાળી અને મોમેન્ટો આપીને ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાઈમ હોસ્પિટલના ડો.સ્મિત વસાવા, ડો, સૌરભ ભટ્ટ, શ્રી સાંઈ મોટર ડ્રાઇવીંગ ટ્રેનિંગ સ્કૂલના વિલાસ વસાવા સહિત તેમના મિત્રો હાજર રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાગરાનાં સુવા ગામ ખાતેથી 11 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડતી દહેજ પોલીસ.

ProudOfGujarat

નેત્રંગ ટાઉનમાં રોકેટ રફતારથી બેલગામ કોરોના વાયરસ પોતાનો પંજો ફેલાવતા એક દંપતી સહિત ૭ નવા સંકમિત થયા.

ProudOfGujarat

નેત્રંગ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!