Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ને.હા ૪૮ નબીપુર નજીક એક સાથે પાંચ વાહનોના અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત અન્ય પાંચ ઘાયલ.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે ૪૮ ઉપર ગત રાત્રીના સમયે નબીપુર નજીક અકસ્માતની ગોઝારી ઘટના સર્જાઈ હતી. જેમાં ઘટના સ્થળ પર જ ત્રણ લોકોના મોત તેમજ અન્ય પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા તમામને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની મળતી માહિતી મુજબ ગત રાત્રીના સમયે ને.હા ૪૮ પરના વડોદરાથી સુરત જતા માર્ગ પર નબીપુર નજીક બે ખાનગી લકઝરી બસ, એક કન્ટેનર તેમજ સરકારી બસ અને ઇકો કાર વચ્ચે એક સાથે અકસ્માતની ઘટના સર્જાતા એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ત્રણ જેટલા લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

અકસ્માતમાં ભરૂચ તાલુકાના અવિધા ગામ ખાતેના એક જ પરિવારના પાંચ જેટલા વ્યક્તિઓ ઘાયલ થતા તમામને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં નિખિલ ભાઈ ભટ્ટ, શ્રય દવે, મીનીટ દવે, તીર્થ પટેલ તેમજ ધ્રુવ ભટ્ટ નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે તેમ પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

Advertisement

નેશનલ હાઇવે ૪૮ ઉપર અચાનક સર્જાયેલ અકસ્માતની ગોજારી ઘટનાના પગલે એક સમયે સ્થળ ઉપર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે હાઇવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઇ હતી. જોકે સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ અકસ્માત ગ્રસ્ત વાહનોને રોડની સાઇડ ઉપર કરી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

માંગરોળ : વાંકલ શાળામાં તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સમગ્ર ભરૂચ જિલ્લામાં ફરી રહ્યો છે ‘અવસર રથ’

ProudOfGujarat

ખેલ મહાકુંભ ૨૦૨૫- આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રાંરભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!