Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કલેકટર કચેરી અને અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઇન્ડ ધ ક્લોક કાર્યરત કરાયો.

Share

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીની જાહેરાત થઇ ગઇ છે. ઉમેદવારીપત્રો ભરાઇ ગયા છે ત્યારે ભરૂચ કલેકટર કચેરી અને અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે જિલ્લા ચુંટણી અધિકારી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં મીડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી અંતર્ગત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યા છે. જેટલા કર્મચારીઓ સતત ન્યુઝ ચેનલો ઉપર આવી રહેલા સમાચારો ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે.
જિલ્લામાં આચારસંહિતાનો ભંગ ના થાય તે સુનિશ્વિત કરવા તેમજ પેઇડન્યુઝ પર ચાંપતી નજર રાખવા માટે મીડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટી જિલ્લા ચુંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શનમાં રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે.

ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અન્વયે ભારતીય ચુંટણી પંચના માર્ગદર્શન અનુસાર રાજ્યના તમામ જિલ્લામાં માધ્યમ પ્રમાણી કરવા અને દેખરેખ નિયંત્રણ સમિતિની રચના કરવામાં આવી છે. રાજ્યમાં આચારસંહિતા લાગુ થતાં જ જિલ્લામાં મીડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટીએ કામગીરી શરૂ કરી દીધી હતી અને ભરૂચ કલેકટર કચેરી અને અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે ખાતે મીડિયા મોનીટરીંગ રૂમ કાર્યરત કરાયો છે. જ્યાં ભરૂચ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ ખાતે ૯ અને અંકલેશ્વર ખાતે ૩ લોકોની ટીમ રાઉન્ટ ધ ક્લોક કામગિરી કરી રહી છે.

ઉમેદવારો તથા રાજકીય પક્ષો દ્વારા કરાતા ચુંટણી ખર્ચના નિયંત્રણ માટે ચુંટણી પંચની માર્ગદર્શક સુચનાઓ અનુસાર જિલ્લામાં મીડિયા સર્ટીફિકેશન અને મોનીટરીંગ કમિટીની રચના કરાઇ છે. જેના અધ્યક્ષ તરીકે જિલ્લા ચુંટણી અધિકારી તુષાર સૂમેરા, સભ્ય તરીકે પ્રાંત અધિકારી ચુંટણી અધિકારી ૧૫૩- ભરૂચ અને પ્રાંત અધિકારી ભરૂચ, સભ્ય સચિવ તરીકે નાયબ માહિતી નિયામક બી.સી. વસાવા સહિત કુલ પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. ઉમેદવારો દ્વારા આપવામાં આવતા પેઇડ ન્યુઝ, જાહેરાતો જેવી બાબતો ઉપર કમિટી સતત ધ્યાન રાખી તેનુ નિરીક્ષણ-નિયંત્રણ સહિતની કામગીરી કરી રહી છે.

Advertisement

કમિટી દ્રારા રાજકીય પક્ષો તરફથી ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં પ્રચાર-પ્રસાર માટે તૈયાર કરવામાં આવતી જાહેરાતોને પ્રમાણિત કરવાની તથા ઉમેદવારોની તરફેણમાં ઉમેદવારો સંસ્થા, ટેકેદારો તરફથી પ્રિન્ટ મીડિયામાં આપવામાં આવતી જાહેરાતો અંગેના ખર્ચ ઉમેદવારના ચુંટણી ખર્ચમાં ઉમેરવા અંગે (પેઇડ ન્યુઝ) ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં જાહેરાતોનું પ્રમાણિકરણ અને પેઇડ ન્યુઝ સંબંધિત ફરિયાદોની ચકાસણીનો સમાવેશ થાય છે.


Share

Related posts

સસ્તા ભાવે સોનું આપવાના બહાને છેતરપિંડી કરનારને ડાકોરથી ઝડપી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગની કામગીરીને લઈને આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

ProudOfGujarat

જામનગર – દેવભૂમિ દ્વારકા ના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમને વિવિધ સમાજ દ્વારા મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!