Proud of Gujarat
Uncategorized

ભરૂચનાં પાંચબત્તીથી શક્તિનગર સુધી સ્ટોમ વોટર ડ્રેનજ લાઈન અને પેવર બ્લોકના રસ્તાનુ શુભારંભ.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ વિકાસના અનેક કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત વિધિ ચાલુ થઇ છે. ભરૂચ જિલ્લા પણ વિવિધ વિકાસના કાર્યોની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આજરોજ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ ₹.૨.૯૭ કરોડના ખર્ચે પાંચબત્તીથી શક્તિનગર સુધી સ્ટોમ વોટર ડ્રેનજ લાઈન અને પેવર બ્લોકના રસ્તાનુ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરાયો હતો.

આ પ્રસંગે પાલીકા પ્રમુખ અમિત ચાવડા, કારોબારી અધ્યક્ષ નરેશભાઈ સુથારવારા તેમજ સ્થાનિક કોર્પોરેટરો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

કૂતરાની બરોળમાં ગાંઠનું નિદાન: સફળ સ્પ્લીનેક્ટોમી સર્જરીથી જીવ બચાવ્યો

ProudOfGujarat

યુવતિને ભગાડી જવાના મુદ્દે દાહોદના બે જણા શખ્સને ઉઠાવી ગયાં

ProudOfGujarat

જુના તવરા ગામે વરસાદી પાણીથી મુખ્ય માર્ગ જળબંબાકાર, આયોજનના અભાવે સ્થાનિકોમાં રોષ  :  કૃષ્ણા પાર્ક, વૃંદાવન અને આરોહી સોસાયટીના રહેવાસીઓ મુશ્કેલીમાં; બોડા અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!