Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ સ્થિત હજરત પીર શાહુદ્દીન – બહાઉદ્દીન રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત કબ્રસ્તાનમાં આવેલી સુપ્રસિધ્ધ હજરત પીર શાહુદ્દીન – બહાઉદ્દીન રહમતુલાહ અલયહે તેમજ પીર સુબ્હાનલ્લાહ રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. દર વર્ષે ઇસ્લામી માસ શાબાનની ૧૩ મી તારીખે સંદલ શરીફની વિધિ પરંપરાગત રીતે સંપન્ન કરવામાં આવે છે.

આ પ્રસંગે અસરની નમાઝ બાદ ઉપરોક્ત દરગાહ શરીફ પર દરગાહ કમિટી દ્વારા સંદલ શરીફ અદા કરવામાં આવ્યું હતું. દરગાહ કમિટી તેમજ અકીદતમંદો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદરો અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દુઆ પણ ગુજારવામાં આવી હતી. સંદલ શરીફ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં રેતી માફિયાઓ બેફામ.નર્મદા નદીમાં પ્રવાહને અવરોધતા બનાવાયેલા પાળાઓથી વિરોધ…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં શિયાળાની ઠંડીમાં મગરો બહાર સનબાથ માટે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ.

ProudOfGujarat

હરિધામ સોખડાનો પ્રબોધ સ્વામીના ગયા બાદ પણ વિવાદ યથાવત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!