Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેરના પાંચબત્તી પોલીસ સ્ટેશન સામે આવેલ મેવાવારા સ્ટોર માં બનીયાનધારી શખ્સ દ્વારા દુકાન માં પ્રવેશી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ખળભળાટ મચ્યો હતો..

Share

ભરૂચ શહેરના પાંચબત્તી પોલીસ સ્ટેશન સામે આવેલ મેવાવારા સ્ટોર માં બનીયાનધારી શખ્સ દ્વારા દુકાન માં પ્રવેશી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ખળભળાટ મચ્યો હતો..જોકે તસ્કર ની સમગ્ર ઘટના દુકાન ના સીસીટીવી કેમેરા માં કેદ થતા મામલા અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી છે…
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના મુખ્ય મથક એવા પાંચબત્તી વિસ્તાર માં આવેલ મેવા વારા સ્ટોર માં ગત મોડી રાત્રીના સમયે અજાણ્યા બનીયાનધારી તસ્કરોએ ત્રાટકી અંદાજિત ૬૦ હજાર ઉપરાંત ની મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાની વિગતો સામે આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો….

શહેર ના હાર્દસમાં ગણાતા વિસ્તાર એવા પાંચબત્તી ખાતે પોલીસ મથક ની સામે જ બેખોફ અને બિન્દાશ અંદાજમાં હાથમાં ટોચ લાઈટ લઇ દુકાન માં પ્રવેશી બનીયાનધારી શખ્સ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપતા સમગ્ર ઘટના દુકાન માં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી……
અત્રે ઉલ્લેખનીય છે કે શહેર માં છેલ્લા બે ત્રણ દિવસમાં ચોરીઓની ઘટના અવાર નવાર પ્રકાશ માં આવતી દેખાઇ આવે છે ત્યારે શહેર માં પોલીસ વિભાગ ની નાઇટ પેટ્રોલિંગ ના ધજાગરા ઉડતા દેખાઇ રહ્યા છે..અને તસ્કરો બેફામ બન્યા હોય તેમ પોલીસ સામે પડકાર ફેંકી રહ્યા છે..અને ચોરી ની ઘટનાઓને બેખોફ અંજામ આપવામાં આવી રહ્યો છે……

Advertisement

હાલ સમગ્ર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દુકાન ના સંચાલક ની ફરિયાદ લેવાની તજવીજ હાથધરી સીસીટીવી કેમેરા ના ફૂટેજ ના આધારે સમગ્ર મામલા અંગે ની વધુ તપાસ હાથધરી છે……


Share

Related posts

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી પાસે ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં જીઆઇડીસી વિસ્તારમાં રોકાયેલા પરપ્રાંતિય શ્રમિકોઓની ડી.વાય.એસ.પી. એ મુલાકાત લઈ જરૂરી સુચનો આપવામાં આવ્યા.

ProudOfGujarat

લીંબડી ખાતે શ્રી સર.જે. હાઈસ્કૂલ ખાતે તાલુકાકક્ષાનો યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!