Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરુચ જિલ્લા કલેક્ટરના અધ્યકક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ

Share

જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની આજરોજ કલેક્ટક કચેરીના સભાખંડમાં કલેક્ટર તુષાર સુમેરાના અધ્યકક્ષસ્થાને મિંટીંગ યોજાઈ હતી. આ મિંટીંગમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીના અધ્યક્ષ તુષારા સુમેરાએ પ્રવાસન સ્થળો માટે વિવિધ સૂચનો કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં પ્રવાસન સ્થળોના વિકાસ અને મીટીંગના એજન્ડા બાબતે હાજર સભ્યોશ્રીઓના અભિપ્રાયો લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

વધુમાં, હેરીટેજ સ્થળો જેવા કે, નથુથોબનદાસ ધર્મશાળાનાં વિકાસ, જંબુસર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વિકાસ, ગુજરાત રાજ્યના પૌરાણિક તેમજ ધાર્મિક રીતે મહત્વ ધરાવતા ધર્મસ્થાનોમાં યાત્રીકોની સવલતના વિકાસ કાર્યો, કબીર વડ, અંગારેશ્વર ,મંગલેશ્વર અને શુક્લતિર્થ ઘાટ વિકાસ પ્રોજેક્ટ વગેરેના એજન્ડાની ચર્ચાઓ કરવામાં આવી હતી.

Advertisement

આ મિંટીંગમાં જિલ્લાના નગર પાલિકા પ્રમુખ, સર્વે ધારાસભ્યો જેમાં રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા અને જીલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષી, પ્રવાસન વિભાગના નોડલ અધિકારી અને અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ જિલ્લાના હિંગલોટ ખાતે ચુનાવ પાઠશાલા કાર્યક્રમનું આયોજન કરાયું*

ProudOfGujarat

લીંબડી નગરપાલિકા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત-રાંદેર અને વેડરોડને જોડતો કોઝવે બંધ-હજારો લોકોને પડશે ભારે હાલાકી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!