Proud of Gujarat
FeaturedGujaratINDIA

અગ્નિતાંડવ : ભરૂચના દહેજમાં ઇન્ડિયન પેરોક્સાઇડ કંપનીમાં લાગી ભીષણ આગ, બે કામદારોના મોતની આશંકા

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે અગ્નિ તાંડવની અનેક ઘટનાઓ સામે આવતી હોવાનો સિલસિલો યથાવત છે, જિલ્લામાં ખાસ કરી ખાનગી કંપનીઓ અને ગોડાઉનોમાં આગ લાગવાની સતત ઘટનાઓ બની રહી છે, જેમાં ગત રાત્રીના સમયે વધુ એક ઘટના દહેજ જીઆઈડીસી વિસ્તારમાંથી સામે આવી હતી, જ્યાં એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા.

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ ઇન્ડિયન પેરોક્સાઇડ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી, આ આગમાં 2 લોકોના મોત થયાની આશંકા સેવાઈ રહી છે, ઘટનાની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા 5 થી વધુ ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ ઓલવવાની કામગીરી પાર કરાઈ હતી, અચાનક બોઇલર ફાટવાથી આ આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

પ્રાથમિક વિગતો અનુસાર કંપનીમાં હાઇડ્રોજન પેરોકસાઇડની પ્રોસેસ થઇ રહી હતી. તે દરમ્યાન આગ લાગી હતી. અચાનક અગ્નિની જવાળાઓ ઉંચે સુધી જોવા મળી હતી, જે બાદ કંપનીમાં કામ કરતા કામદારોમાં નાશભાગ મચી હતી, તેમજ આસપાસ વસવાટ કરતા લોકોના જીવ પણ એક સમયે ટાળવે ચોંટ્યા હતા, ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા તેમજ જીપીસીબી સહિતનું તંત્ર પણ સ્થળ પર દોડી જઈ ઘટના અંગેનો ચિંતાર મેળવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં છેલ્લાં 250 વર્ષથી યોજાતાં શ્રાવણ વદ સાતમના દિવસથી મેઘરાજાના મેળાનો પ્રારંભ, જનમેદની ઉમટી

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પોલીયો રસીકરણ ઝુંબેશ હાથધરી ૦-૫ વર્ષના આશરે ૪૫ હજાર બાળકોને સુરક્ષિત કરાયા

ProudOfGujarat

૫૦૦ ગ્રામ ચા ખરીદવા ઓનલાઈન ઓર્ડર આપ્યો અને ખાતામાંથી ૨૦ હજાર ઉપડી ગયા, અંકલેશ્વર ના યુવાન સાથે છેતરપિંડીની ઘટના બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!