આ વર્ષે શ્રીજી વિસર્જન અંગે આયોજકો દ્વારા આગવા નિયંત્રણો સરકારના કાયદાઓના અનુસંધાને લાદવામાં આવ્યા છે. તેથી તા.૨૨/૯/૨૦૧૮ના શનિવાર સુધી ક્યાં શ્રીજીનું કેવી રીતે વિસર્જન કરવામાં આવશે તે નક્કી ન હતું પરંતુ બપોરના સમયે ભરૂચ શહેર ગણેશ ઉત્સવ સમિતિ તરફથી જણાવાયું છે કે ભરૂચ શહેરનાં જુના ભરૂચ વિસ્તારનાં, નવા ભરૂચ વિસ્તારનાં, તેમજ સોસાયટી વિસ્તારનાં અને ભરૂચ નગરની આજુ-બાજુ ના ગામોના ગણેશ મંડળોના આયોજકોને વિનંતી કરવામાં આવી છે કે તા. ૨૩/૯/૨૦૧૮ ના રવિવારે આનંદ ચૌદસના રોજ થનાર ગણેશ વિસર્જન માટે વિવિધ કાયદાઓને અધિન સ્થાનિક પ્રસાસન તરફથી જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. જેમા ૧..૫ ફુટ સુધીની ઉંચાઈની ગણેશજીની પ્રતીમા સાંઈ મંદીર ઝાડેશ્વરની બાજુમા કુંડમાં તળાવમાં વિસર્જન કરવાની રેહશે. ૨..૧૦ ફુટ સુધીની ઉંચાઈની ગણેશજીની પ્રતીમા કસક પોલીસ ચોકીની બાજુમા થઈ ગોલ્ડન બ્રીજની નીચે તરફના ભાગે તૈયાર કરેલ કુત્રીમ તળાવમાં કરવાની રેહશે. ૩..૧૦ ફુટથી વધુ ઉંચાઈની ગણેશજીની પ્રતીમા ભાડભુત મુકામે વિસર્જન કરવાની રેહશે આ સુચના મુજબ નિલકંઠેશ્વર મહાદેવના ઓવારા ખાતે કોઈ પણ પ્રતીમાને વિસ્રજન કરવા અંગે પ્રતિબંધ મુકવામા આવેલ છે.

LEAVE A REPLY