Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ખાતે ઝઘડીયા વિધાનસભાનું વિવિધ યોજનાના લાભાર્થીઓનું સંમેલન યોજાયું

Share

પ્રાપ્ત માહિત મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનને ૯ વર્ષ પૂર્ણ થતાં ભાજપ જનસંપર્ક કાયૅક્રમ થકી મતદારો ઉપર પોતાની પકડ મજબુત કરી રહી છે જેમાં ઝઘડીયા વિધાનસભાના વાલીયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓનું સંમેલન નેત્રંગના સ્વામીનારાયણ મંદિરના ભવનમાં યોજવામાં આવ્યું હતું.

ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં રાજ્ય-કેન્દ્ર સરકારની તમામ યોજનાનો લાભ છેવાડાના ગામો સુધી પહોંચતા દરેક સમાજનો વિકાસ થયો છે. રામ મંદિર નિર્માણ, ૩૭૦ કલમ અને સ્ટેચ્યું ઓફ યુનિટ સહિત દેશહિતના નિર્ણયથી જનમાણસમાં ભાજપ તરફ વિશ્વાસ રાખી રહ્યું છે. ઝઘડીયાન ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ આદિવાસી સમાજનું કલ્યાણ એજ ભાજપનો સંકલ્પ પુરો કરવા અમે રાત-દિવસ તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે. જ્યારે જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયાએ જણાવ્યું હતું, ઝઘડીયા વિધાનસભામાં ભાજપનું કમળ ખિલવું તે સ્વન્ન સમાન હતું તે પૂર્ણ થયું છે. જે દરમ્યાન વાલીઆ-ઝઘડીયા અને તાલુકાના પદાધિકારીઓ-હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લાભાર્થી જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગાંધી બજારમાં ગટરની સફાઈ કરી તેની આસપાસ બેરીકેટ ઉભી કરવામાં આવી.

ProudOfGujarat

પાલેજ કે.પી.એસ એકેડમીના આચાર્ય અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

નડિયાદ : ફલેટના નકશામાં છેડછાડ કરનાર ત્રણ સામે ફરીયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!