Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ પર વાહનો અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો.

Share

કાર્યપાલક ઈજનેર, (મા×મ), ભરૂચના આમુખ (૧) ના પત્રથી ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બીજ વર્ષ–૧૮૮૧ માં બનેલ હતો. આ બ્રીજ ચાલુ થયાને હાલ ૧૪૧ વર્ષ થયેલ છે. આ બ્રીજમાં પર.૦૦ મીટરના કુલ–૨૮ સ્પાન આવેલ છે તેમજ આ બીજની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે. વર્ષ-૨૦૧૫–૧૬ માં સદર બ્રિજને સમાંતર નવા ચાર માર્ગીય ” નર્મદા બ્રિજ” ની કામગીરી માટે મંજુરી પ્રદાન થતા આ બ્રિજનો તા. ૧૨/૦૭/૨૦૨૧ થી ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી ગોલ્ડન બ્રિજ ઉપરથી છુટા છવાયા વાહનો પસાર થાય છે. સદર બ્રિજના ઉપયોગ અર્થે વુડન ઘણા વર્ષો થઈ ગયેલ છે. જેથી કોઈપણ સમયે બ્રિજમાં ક્ષતિ અજાણે થઈ શકે તેવી શક્યતા રહેલ હોઈ અવારનવાર નિરીક્ષણ કરવાનું રહેતુ હોઈ નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યકિતને પ્રવેશવા પર તાત્કાલીક ધોરણે પ્રતિબંધ લાદવા દરખાસ્ત મળેલ છે. સદર દરખાસ્ત પરત્વે પોલીસ અધિક્ષક, ભરૂચ પાસે અભિપ્રાય મંગાવતા તેઓના આમુખ(૨)ના પત્રથી નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય બ્રિજના બન્ને છેડાઓ તરફથી અન્ય કોઈપણ વ્યક્તિને પ્રવેશ કરવા / વાહનોની અવર જવર ઉપર તાત્કાલીક ધોરણે પ્રતિબંધ લાદવા અભિપ્રાય આપેલ છે.

ઉકત હકિકતે ગોલ્ડન બ્રિજમાં કોઈપણ સમયે ક્ષતિ થઈ શકે તેવી શકયતા રહેલ હોઈ નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યકિત વાહનને બ્રિજના બન્ને છેડા તરફથી પ્રવેશ કરવા / વાહનોની ઉપર સંપૂર્ણ અવર જવર બંધ કરવી આવશ્યક જણાય છે. આથી તુષાર.ડી.સુમેરા, જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂ એ તા. ૧૨/૦૭/૨૦૨૩ થી ગોલ્ડન બ્રિજ ઉપર અન્ય હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યકિત/વાહનને બ્રિજના બન્ને છેડા તરફથી પ્રવેશ કરવા / વાહનોની સંપૂર્ણ અવર– જવર બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે. આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. એમ જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફથી મળેલી એક અખબારીયાદીમાં જણાવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

શ્રી સોમનાથ ટ્રસ્ટની ઓફિસીયલ યુટયુબ ચેનલમાં ૦૧ લાખ સબસ્ક્રાઈબર થતા યુટયુબ દ્વારા સિલ્વર ક્રિયેટર્સ એવોર્ડ એનાયત.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય 108 ના ઓપરેશન હેડ ભરૂચની મુલાકાતે, 19 લોકેશન ઉપર જઈ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો.

ProudOfGujarat

પાલેજ એસ.કે નગરમાંથી ૩૭૫૦૦ નો ડમણિયો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!