Proud of Gujarat
FeaturedGENERAL NEWSGujaratINDIA

વાગરા : વિંછીયાદ ગામ ખાતે દૂધ બાબતે તકરાર થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

Share

વાગરા તાલુકાના વિંછીયાદ ગામમાં દુધડેરી પાસે દૂધ સારી ગુણવત્તાનું લાવવાનું કહેતા માથાકૂટ સર્જાતા 4 વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. વાગરા પોલીસ માંથી મળતી વિગતો મુજબ વિંછીયાદ ગામમાં આવેલ દૂધ ડેરીમાં ડેરીના સભ્ય ઘનશ્યામસિંહ કિરીટ સિંહ યાદવ દૂધ ડેરી ખાતે હાજર હતા. તે દરમિયાન ઉસ્માન ઉમરજી પટેલ દૂધ ભરવા આવતા તેમને સારી ગુણવત્તાનું દૂધ લાવવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ ઢિકા પાટુંનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન ઉમરજી ઇસ્માઇલ પટેલ, સિકંદર ઉમરજી પટેલ તથા મહેબૂબ ઇસ્માઇલ પટેલનાંઓ ત્યાં દોડી આવ્યા હતા અને તેઓને માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના અંગે ફરિયાદીએ વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નોટબંધી ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય ની સહકારી બેંકો માં મોટું કૌભાંડ કરાયા હોવાના આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું……

ProudOfGujarat

ભરૂચ ના લાહોરી ગોડાઉન નજીક આવેલ નવી વસાહત વિસ્તારના એક મકાન માંથી માતા અને બાળક નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..

ProudOfGujarat

વડોદરા : કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!