Proud of Gujarat
FeaturedGENERAL NEWSGujaratINDIA

વાગરા : વિંછીયાદ ગામ ખાતે દૂધ બાબતે તકરાર થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

Share

વાગરા તાલુકાના વિંછીયાદ ગામમાં દુધડેરી પાસે દૂધ સારી ગુણવત્તાનું લાવવાનું કહેતા માથાકૂટ સર્જાતા 4 વ્યક્તિઓ વિરૂદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે. વાગરા પોલીસ માંથી મળતી વિગતો મુજબ વિંછીયાદ ગામમાં આવેલ દૂધ ડેરીમાં ડેરીના સભ્ય ઘનશ્યામસિંહ કિરીટ સિંહ યાદવ દૂધ ડેરી ખાતે હાજર હતા. તે દરમિયાન ઉસ્માન ઉમરજી પટેલ દૂધ ભરવા આવતા તેમને સારી ગુણવત્તાનું દૂધ લાવવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ ઢિકા પાટુંનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન ઉમરજી ઇસ્માઇલ પટેલ, સિકંદર ઉમરજી પટેલ તથા મહેબૂબ ઇસ્માઇલ પટેલનાંઓ ત્યાં દોડી આવ્યા હતા અને તેઓને માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના અંગે ફરિયાદીએ વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરત બમરોલી વિસ્તારમાં આવેલા પાવર લુમ્સના કારખાનામાં પગાર વધારાની માંગ સાથે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.

ProudOfGujarat

જંબુસર ના સારોદ ગામ પાસે ગણેશ વિસર્જન કરવા જતાં ટ્રેકટર પલ્ટી ખાતા ૬ થી વધુ લોકો ને ઇજા-ઇજાગ્રસ્ત તમામ ને સારવાર અર્થે ખસેડાયા…

ProudOfGujarat

પરણિતાના અપહરણના બનાવના મામલે હિન્દુ જાગરણ મંચ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!