Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના ઉમલ્લા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું

Share

વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. કેન્દ્ર રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ લોકોને આ યોજનાઓની જાણકારી મળી રહે તેવા આશય સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ ફરી રહી છે. તા.૦૪ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ભરૂચ જિલ્લાના ઝધડીયા તાલુકાના ઉમલ્લા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પનો રથ પહોચ્યો હતો. ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નીહાળી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં ગ્રામપંચાયતના સરપંચ સરોજબેન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ઉપપ્રમુખ સોનલબેન રાજ, તાલુકા પંચાયતના સદસ્ય, વિશાલભાઈ, ભાર્ગવભાઈ, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અગ્રણી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ની શ્રી કે જે પોલીટેક્નિક કોલેજ ના સમય માં ફેરફાર ને લઇ આજ રોજ રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થી ઓ અને મેનેજમેન્ટ વચ્ચે હોબાળો થયો હતો…….

ProudOfGujarat

વાવાઝોડાના પગલે વૃક્ષો ધરાશાયી થતા કરજણ ફાયર વિભાગના કર્મીઓએ વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરી

ProudOfGujarat

ભરૂચનાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદોને સલામી કાર્યક્રમ યોજાયો હતો,જેમાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હાથમાં પ્લેકાર્ડ સાથે કોંગ્રેસનાં કાર્યકરો અને હોદ્દેદારોએ ચીનનો વિરોધ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!