Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

યાત્રાધામ ડાકોરમાં સોમવારે હોળી પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે.

Share

યાત્રાધામ ડાકોરમાં સોમવારે હોળી
પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે.

મંદિ૨માં બિરાજમાન કાળિયા ઠાકોર સાથે ભકતોનો રંગોત્સવ આસ્થાભેર ઉજવાશે. ભગવાન સાથે હોળી રમવાના ઉત્સાહ સાથે ચોતરફથી ભકતોનો પ્રવાહ ડાકોરમાં ઠલવાઇ રહ્યો છે. શનિવાર સાંજ સુધીમાં અઢી લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ દર્શન કરીને ગંતવ્ય સ્થળે પરત ફર્યા હતા. યાત્રાધામ નગરના તમામ માર્ગો ઉપર માનવ મહેરામણથી ઊભરાવવા માંડયો છે.  યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂર્ણિમા નિમિત્તે રાજાધિરાજ શ્રી રણછોડરાયજીના દર્શન અને તેમની સાથે હોળી રમવા માટે ભકતો હરખઘેલા બની ગયા છે.શનિવારે મંગળાઆરતી દર્શન માટે મોટી સંખ્યામાં ભકતો ઊમટી પડયા હતા. પદયાત્રિકો અને દર્શનાર્થીઓને દર્શનનો લાભ મળે તેમાટે તંત્ર દ્વારા બનાવવામાં આવેલા ૪૪ આડબંધ માંથી પસાર થયા બાદ ભકતો મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે પહોંચે છે. મુખ્યપ્રવેશ દ્વારેથી પણ ભકતોના પ્રવાહને આડબંધમાંથી ક્રમશઃ મંદિરમાં જવા દેવામાં આવે છે. મંદિરને જોડતા ચારેબાજુના માર્ગો
શ્રદ્ધાળુઓના અવિરત પ્રવાહથી છલકાઇ રહ્યો છે. નગરના માર્ગો શ્રધ્ધાથી  રસતરબોળ બની રહ્યા છે.ભકતોના અબીલ ગુલાલ સહિત વિવિધ રંગોની છોળથી વાતાવરણ રંગમય બની ગયું છે. નિમિતે શનિવારે ભગવાન રણછોડરાયજીના દર્શનનો લાભ લેવા વૈષ્ણવો તથા શ્રદ્ધાળુઓનો સાગર ઊમટી પડયો હતો.
યાત્રાળુ ,સંઘો દ્વારા શ્રીજીને ૩૫૧ ધજાઓ અર્પણ કરીને પોતાની માનતાઓ પૂર્ણ કરી હતી. જેમાં ૫૧ ધજાઓ બાવનગજની હતી. આ ઉપરાંત ૭૮ હજાર ઉપરાંત પ્રસાદીના લાડુની પ્રસાદી લીધી હતી. તા. ૨૫મીએ મંદિરમાં હોળી પૂનમ અને ફૂલદોલોત્સવ ઉજવાશે. ભકતોની સલામતી અને કાયદો તેમજ વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા પોલીસ તંત્રના બે હજાર ઉપરાંત પોલીસ તૈનાત છે. મંદિર સામે આવેલ પવિત્ર ગામતી તળાવમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે
માટે તળાવની ચોતરફ આડશો મૂકી દેવામાં
આવી છે. મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે.

Advertisement

નરેશ ગનવાણી નડિયાદ


Share

Related posts

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે ચૂંટણી ટાળે આ મુલાકાત મહત્વની ! જાણો કેવી રીતે…….

ProudOfGujarat

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 ના મોત

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં ૨૦ કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રી ગણપતભાઈ વસાવાનાં હસ્તે થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!