Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં CCTV નહિ લગાડનાર 6 મેડિકલ સ્ટોરના માલિક દંડાયા

Share

ભરૂચમાં CCTV નહિ લગાડનાર 6 મેડિકલ સ્ટોરના માલિક દંડાયા

 

Advertisement

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામા અનુસાર જે વેપારીઓ આ જાહેરનામાનો ભંગ કરતા હોય તે સબ કડક કાર્યવાહીની અમલવારી કરવામાં આવતા આજે ભરૂચ જિલ્લાના મેડિકલ સ્ટોરના છ માલીકો વિરુદ્ધ સીસીટીવી નહીં લગાડવાના મુદ્દે જાહેરનામાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, જેની કડક અમલવારી માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર પીઆઇએ ચૌધરી પોતાની ટીમ એટીએસ ચાર્ટર મુજબની કામગીરી કરતા હોય તેમાં શિડયુલ H,H1& x દવાનું વેચાણ કરતા મેડિકલ ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડવાનું જાહેરનામું હોય આ જાહેરનામાના ભંગ બદલ આજે ભરૂચ જિલ્લામાં એસઓજીની ટીમ દ્વારા ડ્રગ ઓફિસર ચેતન કડકીયા ની સાથે રાખી શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ શિડયુલ H,H1 &x મુજબનું વેચાણ કરતા ધંધાર્થીઓની દુકાનો પર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, આ ચેકિંગ કામગીરી દરમિયાન સ્ટોલની અંદર બહાર CCTV કેમેરા લગાડવામાં ન આવ્યા હોય તેવા મેડિકલ સ્ટોરના માલિકો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં
એ. કે. મેડિકલ સ્ટોર કશક સર્કલ ભરૂચ, આશિર મેડિકલ અને પ્રોવિઝન સ્ટોર હાજી ખાના ત્રણ રસ્તા ભરૂચ, પટેલ મેડિકલ સ્ટોર લલ્લુભાઈ ચકલા ભરૂચ, ગુજરાત મેડિકલ સ્ટોર કતોપોર દરવાજા ભરૂચ , નીલકંઠ મેડીકલ સ્ટોર નનું મિયા ગરનાડા ભરૂચ, હાજી મેડીકલ સ્ટોર ઝમઝમ શોપિંગ સેન્ટર મહંમદપુરા ભરૂચ આ તમામ મેડિકલ સ્ટોર ના આસામીઓ પર જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 બી મુજબ કાયદેસરની કાર્યવાહી એસઓજી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

અંકલ નેશનલ હાઇવે પર આવેલ સહયોગ હોટલ નજીક થી અજાણી મહિલા નો વિકૃત હાલત માં મૃતદેહ મળી આવતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો…….

ProudOfGujarat

રાજપીપળા : જીતનગર ખાતે તા.11 એ નર્મદા ભાજપા સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

ગાંધીનગર : ‘વૈશ્વિક પરિપેક્ષમાં ગાંધીજી અને અન્ય શોધ’ નું વિમોચન શ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!