મહારાષ્ટ્ર રાજ્યના અને નર્મદાના સાગબારા તાલુકાના આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી આવેદન આપ્યુ
વાંકલ
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજે મામલતદારને આવેદન પત્ર માં જણાવ્યા મુજબ વડપાડા ફોરેસ્ટ રાઉન્ડમાં કાશીબીટ અને હરિપુરા બીટમાં વડગામ કપાર્ટમેન્ટ માં અગાઉ પણ મહારાષ્ટ્ર રાજય અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના લોકો દ્વારા જંગલ જમીન ઉપર ગેરકાયદેસર રીતે દબાણ તેમજ ખેડાણ કરતા હતા ત્યારે વડપાડા ફોરેસ્ટ રાઉન્ડ ના સરકારી કર્મચારીઓ દ્વારા બહારના લોકોને જંગલ જમીન પર દબાણ અને ખેડાણ કરતા અટકાવ્યા હતા.ત્યારે સરકારી કામકાજમાં રુકાવટ કરી તેમના પર ૫૦ કરતા વધુ લોકાના ટોળાએ જીવલેણ હુમલો કરીને ભાલા,કુહાણી,ધારીયા, તલવાર,ચપ્પુ,દાતરડુ જેવી તીક્ષ્ણ હથિયાર વડે રેન્જ ફોરેસ્ટના સરકારી અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચી ભાલો મારતા લોહીલુહાણ હાલતમા બેહોસ થઇ જતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અગાઉ પણ મહારાષ્ટ્ર રાજયના તેમજ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા વડગામ વિસ્તારના જંગલના હદમાં વસતા લોકો દ્વારા તા.૨૦/૦૬/૨૦૨૪ ના રોજ વડગામની ૧૨વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આવા ઉમરપાડા તાલુકામાં હત્યામાં અવાર નવાર બનાવો બનતા રહ્યા છે.જેથી વડગામના સાતકાશી અને હરિપુરા જંગલમાં બહારના તાલુકાના આવીને વસતા લોકોને તાત્કાલિક બહાર કાઢમાં આવે અને તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. તેમજ ઉમરપાડા તાલુકાના લોકોને જંગલ જમીનના સનદો તથા હક્ક પત્રો આપવામાં આવે એવી માંગ છે.
વડગામ જંગલ જમીન પર બહાર ના લોકોને હક્ક દાવો નથી તેઓ બિન અધિકૃત રીતે ખેડાણ કરવામાં આવે છે. જે દૂર કરવામાં આવે, વડગામના જંગલમાં બહારથી આવી ને વસતા લોકો જેની દાવા અરજી પેન્ડીંગ એફ.આર.એ. અંતર્ગત છે. જે તુરંત રદ કરવી. વડગામ ના જંગલમા જેટલા લોકો બહારથી વસતા હોઇ અને જેટલી હક્ક દાવા અરજી મંજુર થઇ હોય તેને પુન: વિચારણા કરી રદ કરવી. ઉમરપાડા તાલુકાના વડગામ, સાતકાશી,રજનીવડ,હરિપુરા, જોડવાણ,રૂઢિગવાણ,ખનોરા, મોટીદેવરૂપણ,કોલવાણ,ઉમરદા, ઝરાવાડી,ખૌટારામપુરા,ડોગરીપાડા, વડપાડા,મૌલીપાડા,ખોખવડ, ગુલીઉમર તમામ ગામોના સ્થાનિક લોકોનો હક્ક હોય તેની દાવા અરજીઓ અને હક્ક પત્રકની મંજૂરી આપવી. બહારથી આવીને વસતા લોકોને બળતણ કે જલાવ લાકડા લઇ જવું કે ગૌણ પેદાશો એકઠી કરવાની પરવાનગી આપવી નહીં.) હાલમાં બહારથી આવેલા વસતા લોકો હાલ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના હલગામ, પાડી, કાકરપાડા, દોદનવાડી, સોરાપાડા, નાલ આ તમામ ગામોના લોકોએ એમના વિસ્તારમાં પણ જંગલ જમીનનો કબજો ધરાવે છે. આદિવાસી સમાજે માંગ કરી છે કે જે બહાર ગામના લોકો ગેરકાયદેસર જંગલ ની જમીન ઉપર દબાણ અને ખેડાણ કરેલ છે તે દૂર કરવા આદિવાસી સમાજે રેલી યોજી હતી.મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
