ઝનોર ગામે ગત 30મી એપ્રિલે સામાન્યસભા મળી હતી
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં ઝનોર ગામે ગત 30મી એપ્રિલના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં કોમ્પ્યુટર ઓપરેટરને કાઢી મુક્યો હોઇ તેને પરત લેવા તેમજ વિકાસના કામો મુદ્દે થયેલી ચર્ચામાં બે પક્ષ વચ્ચે બોલાચાલી થતાં તેની રીસ રાખી મહિલા સરપંચ, તેના પતિ તેમજ અન્ય બે જણાએ મળી માર માર્યો હોવાનો આક્ષેપ સાથે પંચાયતના સભ્યએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચ તાલુકામાં આવેલાં ઝનોર ગામે ટાંકી ફળિયામાં રહેતાં નિર્માાણ શાંતીલાલ સોલંકી ઝનોર એનટીપીસીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરે છે.તેઓ ઝનોર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માંથી સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યાં હોઇ ગત 30મી એપ્રિલના રોજ ગ્રામ પંચાયતમાં સામન્ય સભા રાખવામાં આવી હોઇ તેઓ પણ ત્યાં ગયાં હતાં. મિટીંગ વેળાં સભ્ય ધર્મવિરસિંહ રણાએ તલાટીને કોમ્પ્યુટર ઓપરેટરમાંથી કાઢી મુકેલાં યોગેશ ભાઇને પરત લેવા તેમજ ગામના વિકાસકામોને લઇને રજૂઆત કરતાં સરપંચ મંજૂલા બેન તેમજ તેમના પતિ અને સભ્ય બાબરભાઇ , ડે. સરપંચ પુષ્પા માછી મિટીંગ છોડી જતાં રહ્યાં હતાં. સામાન્ય સભા રદ થતાં બધા ઘરે ગયાં હતાં. અરસામાં તેમને રસ્તામાં અનિતા રમેશ વસાવા, સુશિલા મોતી માછી, સરપંચ મંજૂલા, તેમના પતિ બાબર સહિતના મળતાં બાબરભાઇ તેમજ તેમના પુત્એ તેમને બોલાવી તુ વિરોધ પક્ષનો સભ્ય છે, હવે પછી પંચાયતમાં તારૂ કોઇ કામ નહીં થાય, તારે પંચાયતમાં આવવું નહીં તેવી ધમકી આપી હતી. બીજી તરફ ડે. સરપંચ પુષ્પાએ તેમને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. તેમજ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવને પગલે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
