Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કુકરવાડા ધિંગાણામાં આપ-બીજેપીના નેતાઓએ પોલીસને રજૂઆત કરી

Share

વરઘોડા વેળાં કારનો હોર્ન મારવા મુદ્દે ધિંગાણું થયું હતું
ભરૂચ.
ભરૂચમાં કુકરવાડા ગામે ગોકુલનગર પાસે વરઘોડાને હોર્ન મારવા મુદ્દે બે કોમ વચ્ચે તકરાર થઇ હતી. મામલમાં પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી છે. ત્યારે આપ તેમજ બીજેપીના આગેવાનોએ શનિવારે રાત્રે બી ડીવિઝન પોલીસ મથકે પહોંચી મામલામાં જરૂરી વિગતો મેળવી પોલીસને ન્યાયીક તપાસની રજૂઆત કરી હતી.
ભરૂચ શહેરના કુકરવાડા ગામે આવેલાં ગોકુલનગર પાસે એક લગ્નનો વરઘોડો નિકળી રહ્યો હતો. તે વેળાં અસરફ મલેક તેની કારમાં ત્યાંથી પસાર થતો હતો. ત્યારે તેણે હોર્ન વગાડીને વરઘોડાની બગી સાઇડમાં કરવા કહેતાં તે મુદ્દે બે પક્ષ વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી. પ્રથમ ફરિયાદમાં અસરફ મુસ્તાક મલેક, આકીબ મુસ્તાક મલેક, મુસ્તાક અહમદ રશુલભાઇ મલેક અને અશરફ મુસ્તાક મલેક સામે ફરિયાદ નોંધી હતી જ્યારે બીજી ફરિયાદમાં કિરણ વસાવા, સુરેશ વસાવા, ચેન્દ્રેશ વસાવા સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધી હતી. .દરમિયાનમાં શનિવારે રાત્રે મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ ભાજપ-આપ પાર્ટીના આગેવાનો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચ્યાં હતાં. દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીઆઇ તેમજ સ્થાનિકો સાથે વાતચિત કરી મામલામાં યોગ્ય કાર્યવાહી થશે તેવી ખાતરી આપી હતી. તેમજ એસપી સાથે પણ મામલામાં ચર્ચા કરશે તેમ જણાવ્યું હતું. બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ પણ બનેલી ઘટનાના સંદર્ભેમાં પીઆઇ સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

Share

Related posts

ભરૂચ : નેત્રંગ તાલુકાના ઉડી ગામ ખાતે એક ફોર વ્હીલ સ્લીપ થતા ચાલકને ગંભીર ઇજા પહોંચી.

ProudOfGujarat

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ શિક્ષણના મહાયજ્ઞ સમા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઉમરવાડા ગામ ખાતે અંગત અદાવતમાં અંસાર માર્કેટ પરિવારનો વૃદ્ધા પર હુમલો કર્યો જે આરોપીની પોલીસે કરેલી અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!