Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે

Share

ભરૂચ જિલ્લાના ખાતેદાર ખેડુતોએ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવવી આવશ્યક

પી.એમ. કિસાન યોજના અંતર્ગત આગામી માસના હપ્તા મેળવવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી

Advertisement

ભરૂચ

ભારત સરકારશ્રી દ્વારા AGRI STACK – DPI હેઠળ ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી ગ્રામ લેવલે ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યના PM KISHAN યોજનાના તમામ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવાની હોય તેમજ નવા અરજદારોએ પી. એમ. કિશાન પોર્ટલ પર અરજી કરતા પહેલા ફાર્મર આઇ.ડી. મેળવવું જરૂરી છે, સરકારની વિવિધ યોજનાઓના લાભ માટે પણ ખેડૂત રજીસ્ટ્રેશન આગામી સમયમાં ખૂબ જ જરૂરી  છે.

ભારત સરકાર ધ્વારા ૮-અમાં નામ ધરાવતા તમામ ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રીને ફરજિયાત કરવામાં આવેલ છે. જે અન્વયે ભરૂચ જિલ્લાના જે ખેડૂત મિત્રોની ફાર્મર રજીસ્ટ્રી બાકી હોય તે તમામ ખેડૂત મિત્રોએ તાત્કાલિક ધોરણે ફાર્મર રજિસ્ટ્રી કરાવવા વિનંતી કરવામાં આવે છે. જે ખેડૂત મિત્રોની ફાર્મર રજિસ્ટ્રી નહિ કરાવેલ હોય તે તમામ ખેડૂત મિત્રોને સરકાર તરફથી મળતા લાભો જેવા કે પી.એમ.કિસાન, પાક નુકશાની, ટેકાનાભાવે ખરીદી, સહાયના દરે મળતા ખાતર તથા બિયારણ અને ખેતીવાડી તથા બાગાયત શાખામાંથી મળતા લાભો મળશે નહીં.

વધુમાં તમામ ખેડૂત મિત્રો જણાવામાં આવે છે કે હાલ જેમને પી.એમ.કિસાન યોજના હેઠળ રૂ.૨૦૦૦/-નો હપ્તો મળે છે એવા ખેડૂતોની જો ફાર્મર રજીસ્ટ્રી બાકી હસે તો આગામી હપ્તા મળતા બંધ થઇ જશે. ફાર્મર રજીસ્ટ્રી કરવા માટે તમારા ગામના કોમ્પ્યુટર ઓપરટર અથવા નજીકના સી. એસ. સી. સેન્ટર અથવા કોઈપણ સાઇબર કાફેની મુલાકાત લઇને ફાર્મર રજિસ્ટ્રી અચૂક પણે આગામી ૧૦ દિવસોમાં કરાવવી. ફાર્મર રજીસ્ટ્રી બાબતે કોઈપણ મુશ્કેલી જણાય તો આપના ગામના ગ્રામ સેવક/તલાટી મંત્રી/ઓપરેટર મારફતે સંપર્ક કરી અચૂક ફાર્મર રજિસ્ટ્રી કરાવવા જણાવવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત, ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું હતું.


Share

Related posts

आलिया भट्ट ने साजा किया हिंदी के साथ तेलुगु में शूटिंग करने का अनुभव

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું, મોદીની સભામાં જંગી જનમેદની ઉમટી પડી

ProudOfGujarat

અંકલેશ્વર- સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!