ભરૂચ.
વાલીયા તાલુકાના વડફળિયાનો રવિન્દ્ર રવિલાલ વસાવા સામે ઝઘડિયા ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો. દરમિયાનમાં કોર્ટે તેને સજા ફટકારી હતી. જોકે, છેલ્લા પાંચ મહિનાથી તે ક્યાંક ભાગી ગયો હતો. પોલીસ તેને શોધવામાં જોતરાઇ હતી. જોકે, તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમિયાનમાં વાલિયા પોાલીસને જાણ થઇ હતી કે, તે વાલિયાના મોખડી ગામે મીઠીબીલી ફળિયામાં તેના ઘરે આવ્યો છે. જેના પગલે વાલિયા પોલીસે સ્થળ પર પહોંચી તેના ઘરને ચારેય તરફથી કોર્ડન કરી તેને ઝડપી પાડ્યો હતો. તેમજ તેને ભરૂચની જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
