Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિરોધ, વીજ કર્મીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયાં

Share

સ્થાનિકો અને કર્માચારીઓ વચ્ચેની રકઝકના વિડીયો વાયરલ થયા
ભરૂચ.
ભરૂચ શહેરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નવા સ્માર્ટ મીટર બેસાડવાની કામગીરી હવે તેજ કરી છે. દરમિયાનમાં વીજ કંપનીની એક ટીમ શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી માટે ગઈ હતી. જ્યાં સ્થાનિકો અને વીજ કંપનીના કર્મચારીઓ વચ્ચે રકઝક ઝરી હતી.
મામલો ગરમાતાં એક તબકકે એકબીજાને તેઓ ધક્કે ચઢાવતાં હોય તેવા દશ્યો પણ સર્જાયાં હતાં. વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટરની સુવિધાથી માંડીને અન્ય ફાયદા બતાવવાના પ્રયાસ થયાં હતાં. જોકે, સ્થાનિકોએ કોઈ પણ સંજોગોમાં સ્માર્ટ મીટર નહીં લગાવવા દેવાય તેમ સ્પષ્ટ જણાવી દીધું હતું. લોકોનો ગુસ્સો આસમાને પહોંચતાં એક સમયે વીજ કર્મીઓ તેમજ સ્થાનિક રહિશો વચ્ચે મારામારી થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી હતી. જોકે, બીજી તરફ પોલીસ કાફલો પણ સ્થળ પર આવી ગયો હોઈ પોલીસે તેમને છૂટા પાડવાના પ્રયાસો કર્યા હતાં. સ્થાનિકો દ્વારા ઉંચ વિરોધ કરાતાં આખરે વીજ કંપનીના કર્મીઓએ ત્યાંથી પરત કરવું પડયું હતું.

Share

Related posts

ગટ્ટુ વિદ્યાલયનું ગૌરવ…

ProudOfGujarat

નેત્રંગ ગ્રા.પંચાયત હસ્તકની ૩ પાણીની ટાંકી શોભાના ગાંઠીયા સમાન બની.

ProudOfGujarat

ભરૂચ સ્ટેશન પોલીસચોકી ની સામે આવેલ બેકરી ને તસ્કરોએ નિશાન બનાવી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!