Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં જર્જરિત ઈમારતોને વર્ષોથી માત્ર નોટિસની બજવણી, પાલિકા એકશનમાં ક્યારે : વિપક્ષ

Share

જર્જરિત ઈમારતોને કારણે લોકોના જીવને જોખમ, કાર્યવાહી જરૂરી
। ભરૂચ !
ભરૂચ શહેરમાં વર્ષો જૂની ઈમારતો અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. દર ચોમાસામાં છાસવારે મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે પાલિકા દ્વારા દર વર્ષે માત્ર જર્જરિત મકાનોને તેમની મિલકત ઉતારી લેવાની નોટિસ આપી સંતોષ માની લેવાય છે. જોકે, પાલિકા દ્વારા જર્જરિત અને લોકોના જીવને જોખમ ઉભી કરતી ઈમારતોને માત્ર નોટિસો આપવા કરતાં તેને ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું હોવાનું વિપલે જણાવ્યું હતું.
ગંભીરા બ્રિજની ઘટનાએ સમગ્ર રાજ્યને એક્શન મોડમાં લાવી દીધું છે. ત્યારે ભરૂચ શહેરમાં વર્ષોથી જર્જરિત ઈમારતોનો વિકટ પ્રશ્ન છે ત્યારે પાલિકા દ્વારા માત્ર જોખમી મકાનો-ઈમારતોના ધારકોને તેમની મિલકતો ઉતારી લેવા માટેની માત્ર નોટિસો આપીને સંતોષ માણી લેવાય છે. ત્યારે મહત્વની વાત છે કે, દર વર્ષે ચોમાસાની મોસમમાં ભરૂચ શહેરમાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના બનાવો બને છે. જેમાં ઘણા કિસ્સાઓમાં માનવજીવ પણ ગયાં છે. ભુતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાલિકાતંત્ર હવે એક્શન મોડમાં આવે તેવી માગ વિપક્ષ નેતાં સમશાદ અલી સંપદે ભરૂચ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે, હવે પાલિકા જોખમી ઈમારતો ઉતારી લઈ જોખમ દૂર કરે, ચોમાસામાં ભરૂચ શહેરમાં જોખમી મકાનો ધસી પડવાના બનાવો બનતાં આવ્યાં છે. જેમાં જાનમાલની નુકશાની પણ સર્જાઈ છે. ત્યારે તંત્ર એક્શનમાં આવે અને કાર્યવાહી કરે તે જરૂરી છે.

Share

Related posts

વડોદરા : દારૂ પીવા માટે યુવકે માતા પાસે પૈસા માંગ્યા, ના પાડી તો ગુસ્સે ભરાયેલા યુવકે પોતાની જ નવી બાઇકને આગ ચાંપી દીધી!

ProudOfGujarat

પાવાગઢ પોલીસે પ્રાથમિક શિક્ષક શાળાનાં શિક્ષકને નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડયો.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!