Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં દશામા વ્રતની તડામાર તૈયારીઓ મૂર્તિકારો મૂર્તિઓ બનાવવામાં વ્યસ્ત

Share

ભરૂચ

ગૌરીવ્રતનીહર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવ્યાં બાદ ભરૂચવાસીઓ હવે દશામાના વ્રતની ઉજવણી માટે સજજ બની રહયાં છે. દશામાના વ્રત પહેલાં મૂર્તિકારો માતાજીની પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત બની ગયાં છે. બજારમાં રૂ.100થી લઇ રૂ.5,000 સુધીની માતાજીની પ્રતિમાઓનું વેચાણ થઇ રહયું છે.

Advertisement

ભરૂચ શહેર અને જિલ્લામાં દશામાના વ્રતની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. દશામાના વ્રતના 10 દિવસ દરમિયાન ભાવિક ભકતો માતાજીની આરાધનામાં લીન બની જાય છે. દશામાના વ્રત નિમિત્તે મોટા ભાગના ઘરોમાં દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને 10 દિવસ સુધી માતાજીનું પૂજન અર્ચન કરાઇ છે. દશામાના વ્રતને ધ્યાનમાં રાખી મૂર્તિકારો પણ દશામાની પ્રતિમાઓ બનાવવામાં વ્યસ્ત બની ગયાં છે.

શહેરના દાંડીયાબજાર તથા આસપાસના વિસ્તારમાં દશામાની મૂર્તીઓનું બજાર ભરાય છે. દાંડીયાબજાર ખાતે મૂર્તિકારો માતાજીની કલાત્મક પ્રતિમાઓ તૈયાર કરી રહયાં છે. દશામાના વ્રતના આગળના દિવસથી ભકતો માતાજીની અવનવી વેરાયટીની પ્રતિમાઓ ખરીદતાં હોય છે. ભરૂચ શહેરના બજારોમાં રૂ.100થી માંડીને રૂ. 5,000 સુધીની કિંમતની મૂર્તીઓ વેચાઇ રહી છે. દશામાના વ્રતના દિવસો નજીક આવતાં જશે તેમ વેચાણમાં વધારો થવાનો આશાવાદ વેપારીઓ સેવી રહયાં છે.


Share

Related posts

આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે

ProudOfGujarat

બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં લીધો નિર્ણય..

ProudOfGujarat

156 માંગરોળ વિધાનસભા મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક દ્વારા ચૂંટણી અધિકારીની મંજૂરી વિના પ્રચારમાં વપરાતા 5 જેટલા વાહનો પકડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!