Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ઝાડેશ્વર રોડ પર ડિવાયડરો બંધ કરાતાં સ્થાનિકોમાં રોષ : ટ્રાફિકની સમસ્યા ઘટવાના બદલે વધવાના આક્ષેપ

Share

કોર્ટે રોંગ સાઈડ વાહન ચલાવનારાઓને દંડ કરવાનો હુકમ કર્યા બાદ કરાયેલી કામગરીથી તર્કવિતર્ક
લોકો રોંગ સાઈડથી વાહન હંકારવા માટે મજબૂર થઈ જશે
ભરૂચ.
ભરૂચ શહેરમાં મક્તમપુરથી ઝાડેશ્વર સુધીના રોડ પર આવેલાં કેટલાંક ડિવાયડરના ગેપને પોલીસ દ્વારા ટ્રાફિક નિયારવલ માટે બેરિકેટ વગાવીને બંધ કરી દેતાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કોર્ટ દ્વારા રોંગ સાઈડ પરથી આવતાં વાહન ચાલકોને દંડ કરવાનો હુકમ કરતાં પોલીસે ડિવાયડરના ગેપ બંધ કરી દેતાં લોકો હવે રોંગ સાઈડથી જવા માટે મજબુર બનતાં પોલીસના નિર્ણયથી અનેક તકંવિતર્ક સર્જાવાં છે.
ભરૂચ શહેરના મક્તમપુરથી ઝાડેશ્વર ચોકડી તરફ જવાના રોડ પર ટ્રાફિકની સમસ્યા રહે છે, ત્યારે જેમાં રોડની સાઈડમાં ઉભા રહી જતાં લારી પથારાવાળાઓને કારણે સ્થિતી વધુ વણસતી હોય છે. ત્યારે ટ્રાફિકના પ્રશ્નના નિરાકરણ માટે પોલીસે અજીબોગરીબ નિર્ણય લીધો છે. પોલીસે આ રોડ પર આવેલા ડિવાયડર પરના ગેપને બેરિકેટ મુકીને બંધ કરી દીધાં છે. ભરૂચ સી ડિવિઝન પીઆઈ એ. વી. પાનમિયાએ જણાવ્યું હતું કે, રોડ પરના કટને કારણે વાહન ચાલકો વળાંક લેતાં હોય ત્યારે તેના કારણે ટ્રાફિક વધી જાય છે. જેથી ટ્રાફિકના નિરાકરણ માટે ડિવાયડર પરના ગેપ બંધ કરી દેવાયાં છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા બંધ કરાયેલાં ગેપના કારણે ટ્રાફિક સમસ્યા ઘટવાને બદલે વધુ વકરે તેવી સ્થિતી સર્જાઈ હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે. પોલીસે મક્તમપુર ભાથીજી મહારાજ પાસેનો રોડ ગેપ બંધ કરતાં વાહન ચાલકોએ હવે આગળ જઈ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી વાહનો વાળવા પડશે. તે જ રીતે પહેલાં આંધ્રા બેન્ક પાસેનો ગેપ પણ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવતાં આંધ્રા બેન્ક રોડ પર ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી ૨૦થી ૨૫ સોસાયટીઓ જે આ રોડનો ઉપયોગ કરતી હતી.
તેને સિટીમાં જવું હોય તો ત્યાંથી તુલસીધામ સુધી અડધો કિમી જઈ ત્યાંથી વળાંક લઈને પછી સિટી તરફ જઈ શકે તેમ હતું. જોકે, સ્થાનિક આગેવાનોએ તે મામલામાં રજૂઆત કરતાં પોલીસે તે ગેપ ખોલીને જ્યોતિનગર પાણીની ટાંકી પાસેના કોલેજ રોડને જોડતા ડિવાવડરના ગેપને બંધ કરી દીધો છે. જેના કારણે કોર્ટ, કલેક્ટર કચેરી, કોલેજ તરફ જતાં લોકોને હવે મકતમપુર બસસ્ટેન્ડ સુધીનો ફેરાવો કરવો પડે તેમ છે. આગળ જતાં ઝાડેશ્વરના મધુરમ પાર્ટી પ્લોટ પાસેના ડિવાયડરને બંધ કરતાં સ્વામિનારાયણ મંદીરની પાછળના ભાગે આવેલી સોસાયટીના લોકોને ત્યાંથી ઝાડેશ્વર ચોકડી સુધીનો ફેરાવો કરવો પડશે. વાહન ચાલકોની મુશ્કેલીઓ વધવા સાથે હવે રોંગ સાઈડ વાહન ચલાવવાના દંડની વસુલાત પોલીસ દ્વારા કરવામાં આવશે
પોલીસની આ કામગીરીથી ટ્રાફિકની સમસ્યા વધશે

પોલીસ દ્વારા જે ડિયાવડરના ગેપ બંધ કરવામાં આવ્યાં છે. ત્યાંથી રોજના હજારો લોકોની અવરજવર હોય છે. ત્યારે હવે તે રસ્તો બંધ કરી દેવાતાં લોકોને એક તરફ અડધો પોણો કિમીનો ફેરાવો વધી જશે. બીજી તરફ એક જ ગેપમાં બે વિસ્તારના વાહનોનો એકત્ર થઈ જતાં ત્યાં ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.
લોકોએ ગેરકાયદે તોડેલો રોડ પરનો ડિવાયડર જૈ સૈ થે, અન્યને બંધ કરાવ્યાં

પીડબલ્યુડી વિભાગ દ્વારા નવા રસ્તા ડિવાવડર બનાવવામાં આવ્યાં હતાં. જોકે, તે બન્યાના થોડા સમય બાદ સ્થાનિક લોકો દ્વારા જાતે જ તે ડિવાવડર તોડી પાડવામાં આવ્યું હતું જોકે, તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ઉપરાંત તે ગેપ હજી પર ખુલ્લો જ રાખવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિકોને તેને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે
લોકોના પ્રાણ પ્રશ્નોને ધ્યાનમાં રાખવું જરૂરી

પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન માટે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. અને તે આવકાર્ય પણ છે. પરંતુ હાલમાં જે પ્રકારનું કામ થયું છે. તેમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થવાને બદલે વધુ વિકટ બને તેમ છે. અલગ અલગ ડિવાવડર ગેપમાંથી વાહનો વળાંક લઈ લેતાં હતાં હવે તે ચોક્કસએક જ ગેપમાંથી ટર્ન લેવા જાય ત્યારે ત્યાં બે ગણા વાહનો એકત્ર થઈ જતા હોવાનેકારણે ત્યાં અત્યંત વધુ પ્રમાણમા ટ્રાફિકનો પ્રશ્ન સુધરાવાના બદલે બગાડનો કારસો રચાઈ રહ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે.


Share

Related posts

અંકલેશ્વરના ગડખોલ ગામના ખાડી પાસેથી ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

નવસારી જિલ્લાનાં ચીખલી પોલિસ સ્ટેશન ખાતે રાયટીંગ તથા ખુનની કોશીષનાં ગુનામાં નસતા ફરતા આરોપીને એસ.ઓ.જી સુરતે ઝડપી પાડ્યા…

ProudOfGujarat

ઝધડિયા પંથકના ભગત ફળિયા ગામે વનવિભાગ દ્વારા અગાઉ મુકવામાં આવેલ પાંજરામાં ખૂંખાર દીપડો કેદ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!