Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ નવીનગરી વિસ્તારમાં રીક્ષા ચાલકે સવા વર્ષના બાળકને કચડતાં મોત

Share

ભરૂચ.
ભરૂચ તાલુકાના પાલેજ ગામે નવીવસાહત વિસ્તારમાં રહેતાં ગીતા સંજય રાઠોડિયા તેમજ તેમના પતિ તેમજ બે સંતાનો સાથે રહે છે. ગઇકાલે તે તેમના બન્ને પુત્ર અજયકુમાર (ઉ.વ.3) તેમજ આહનકુમાર (ઉ.વ.1 વર્ષ 3 મહિના) સાથે ઘર હતી. તેમના ઘર પાસે ચાર રસ્તાની બાજુમાં કચરા-વાંસણ ધોવાની ચોકડી આવી હોઇ તે ત્યાં વાસણ ધોતી હતી. જ્યારે તેમના બન્ને સંતાનો ત્યાં નજીકમાાં રમતાં હતાં. દરમિયાનમાં એક રીક્ષા ચાલકે તેની રીક્ષા પુરઝડપે હંકારી લાવી રસ્તા પર ધ્યાન રાખ્યાં વિના ત્યાં રમતાં તેમના સવા વર્ષના પુત્ર આહાનને અડફેટે લેતાં તેના પર રીક્ષાનું ટાયર ફરીવળતાં તે બેભાન થઇ ગયો હતો. બુમરાન થતાં તેઓ તુરંત ત઼્યાં દોડી ગયાં હતાં. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઇ ગયાં હતાં. રીક્ષા નવી હોઇ તેના પર નંબર ન હોવાનું જણાયું હતું. જોકે, લોકોએ રીક્ષા ચાલકનું નામ પુછતાં તેનું નામ અસ્મતખા સિકંદરખા પઠાણ (રહે. નવીનગરી, પાલેજ) હોવાનું માલુમ પડ્યું હતું. દરમિયાનમાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માાટે ખસેડતાં તબીબે તેનું પરીક્ષણ કરતાં તેનું મોત નીપજ્યું હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે સ્થાનિક વેપારીઓને હટાવવા મામલે વિરોધ બાદ સ્થાનિકોએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી.

ProudOfGujarat

નડિયાદ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં વાલી – અધ્યાપક સંમેલન યોજાયું.

ProudOfGujarat

જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવમાં ભગવાનનો થયો જળાભિષેક : મામાના ઘરે જશે ભગવાન જગન્નાથ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!