ધારાસભ્ય સર્વે અરૂણસિંહ રણા તેમજ રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ
સહજ સુવિધા અને સમર્પણ સાથે જનસેવા”ના મુખ્ય હેતુ રહ્યો છે. આ જનસેવા કેન્દ્ર નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓની સરળ અને ઝડપી ઉપલબ્ધિ માટે સહાય કરશે, તેમજ સરકાર અને જનતા વચ્ચેનો સંવાદ મજબૂત બનાવવા આ કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આમ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં જનસેવા કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ તકે, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ધારાસભ્ય અરૂણસિંહ રાણા સહિતના મહાનુભાવોએ કચેરીની સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતીબા યાદવ, જિલ્લા અગ્રણીશ્રી તેમજ ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, અને ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી સહિત મામલતદાર કચેરીનો સ્ટાફ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
