Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : મોહદ્દિષે આઝમ મિશન તરસાલી ને વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે કાર્યરત ર્મોહદ્દીષે આઝમ મિશન તરસાલી શાખાને વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કાર્યો બદલ પુરસ્કાર આપવામાં આવ્યો.અમદાવાદ મીર્ઝાપુર મદની મસ્કન ખાતે વાર્ષિક જશ્ન અને ઉર્ષના કાર્યક્રમ ની ઉજવણી અંતર્ગત વર્ષ  દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ મિશનની તરસાલી શાખાને “શ્રેષ્ઠ શાખા-૩” પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.અમદાવાદના મીર્ઝાપુર ખાતે સીલસીલએ કાદરી,ચિશ્તિ,અશરફી ખાનદાનનાં વડા હઝરત સૈયદ મુહમ્મદ મદની બાવાના નેતૃત્વ હેઠળ તાજેતરમાં પરંપરાગત વાર્ષિક જશ્ન અને ઉર્ષ ના કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આયોજિત કાર્યક્રમમાં સમગ્ર દેશમા કાર્યરત મોહદ્દીષે આઝમ મિશનની શાખાઓને વર્ષ દરમિયાન કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી બદલ પરંપરાગત વાર્ષિક પુરસ્કાર એનાયત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું.જે અંતર્ગત તરસાલી શાખાને પણ વિવિધ લોકોપયોગી કામગીરી કરવા બદલ પુરસ્કૃત કરવામાં આવી.હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને અનુયાયીઓ ની ઉપસ્થિતિ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર મોહદ્દીષે આઝમ મિશનની શાખાઓને હઝરત સૈયદ હશન અશ્કરી,હઝરત સૈયદ હમ્જા અશરફ અને હઝરત સૈયદ શિબ્લી અશરફના પવિત્ર હસ્તે વિવિધ પુરસ્કારોથી નવાજવામાં આવી હતી.જેમા મોહદ્દીષે આઝમ તરસાલી શાખાને મિશન તરફથી વર્ષ દરમિયાન સોપવામાં આવેલ ૧૧ કામો ઉપરાંત સમયાંતરે વૃક્ષા રોપણ,ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આર્થિક મદદ ,ગરીબ તેમજ વિધવા મહીલાઓને જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનુ વિતરણ,ગરીબ બિમાર લોકોને આર્થિક મદદ, વિગેરે જનોપયોગી કાર્યો ઉપરાંત ચુંટણી કાર્ડ વેરીફીકેશન કાર્યક્રમ અંતર્ગત રાજપારડી વિસ્તારના જુદા જુદા ગામો ખાતે વેરીફીકેશન કાર્યક્રમો યોજીને સુંદર કામગીરી કરવા બદલ “શ્રેષ્ઠ શાખા-૩” પુરસ્કાર આપી સમ્માન કરવામાં આવ્યુ હતુ.ઉલ્લેખનીય છે કે હઝરત સૈયદ હશન અસ્કરીબાવાના નેતૃત્વ હેઠળ સમગ્ર વિશ્વમાં કાર્યરત મોહદ્દીષે આઝમ મિશનની વિવિધ શાખાઓ દ્રારા કોઈ પણ જાતના ભેદભાવ વગર કુદરતી આફતો જેવી કે પુર,દુકાળ,વાવાઝોડા તેમજ આકસ્મિક આફતોમાં ખાધ્ય સામગ્રી,કપડા,દવા તથા જીવન જરરીયાતની ચીજ વસ્તુઓ તેમજ આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે.સમાજના શૈક્ષણીક સ્તરને ઉપર લાવવા ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ઉદ્દેશ થી શૈક્ષણિક જાગૃતિ માટે કાર્યક્રમો યોજવામાં આવે છે. ઉપરાંત ગરીબ પરીવારો,વિધવા મહીલાઓને આર્થિક રીતે મદદરૂપ,ગરીબ બિમાર લોકોને આર્થિક સહાય કરવા ઉપરાંત સમયાંતરે સમુહ લગ્નો નું પણ આયોજન કરવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

નેત્રંગ-રાજપારડી રોડ ઉપર કુબેર ભંડારી મંદિર પાસે ત્રણ મહિના પહેલા બે બાઇકો વચ્ચે સર્જાયેલા અકસ્માતનો મામલો, પોલીસે સગીર વયના બાળકને વાહન ચલાવવા આપનાર પિતા સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

કામના દબાણને કારણે દર ત્રણમાંથી લગભગ એક વ્યક્તિનું અંગત જીવન પ્રભાવિત થાય છે – આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના સર્વેનું તારણ.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે સ્થાનિક વેપારીઓને હટાવવા મામલે વિરોધ બાદ સ્થાનિકોએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!