પાંજરાપોળ ખાતે મોકલી આપતી માંગરોલ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી,સુરત વિભાગ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ નાઓનીરાહબરી હેઠળ,નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી હીતેશ જોયસર સુરત ગ્રામ્ય સુરત.તથા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક બી.કે.વનાર, માંગરોલ ડીવીઝન સુરત ગ્રામ્યની સુચના મુજબ માંગરોલ પો.સ્ટે.વિસ્તારમા પશુઓની થતી હેરા-ફેરી બાબતે વોચ રાખવા સારૂ
માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને માંગરોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર
એમ.એચ.સોલંકી દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ તથા પ્રયત્નો હાથ ધરવામા આવેલ.જે અનુસંધાને માંગરોલ પોલીસ સ્ટેશનના પો.કો. વિપુલભાઇ વિક્રમભાઇ નાઓના અંગત અને ભરોસા પાત્ર બાતમીદાર પાસેથી બાતમી મળેલ કે, “ એક મહીંન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ રજી નં-GJ-05-BZ-3708 માં ખીચોખીચ નાના પાડા-પાડી ભરી, વસરાવી ગામથી મોસાલી ચોકડી થઇ નાની નરોલી થઇ કીમ ખાતે જનાર છે.જે બાતમી હકીકતના આધારે સદર મર્હિન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી મૌજે શાહ પાટીયા પુલ ઉપર રોકી પકડી પાડી સદરઆરોપીની પીકઅપ ગાડી માંથી ૦૭ નાના પાડા-પાડી ઓને ગીચતા પુર્વક ઘાસ ચારો કે પાણી
તેમજ બેસી શકે તે રીતેની વ્યવસ્થા નહિ રાખી તથા પાસ પરમીટ વગર પરીવહન કરેલ હોય જેથી
આરોપીને પકડી પાડી તથા બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી માંગરોલ પોલીસ સ્ટેશનમા ગુનો
દાખલ કરી આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ તથા વોન્ટેડ આરોપીની વિગત
(૧) મહીંન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ જેનો રજી નં-GJ-05-BZ-3708 નો ચાલક-
અબ્દુલરઝાક રહેમાન પેન્ટર ઉ.વ.આ.-૨૧ ધંધો-ડ્રાઇવિંગ રહે, નાની નરોલી ગામ, લીંમડા ફળીયું
તા.માંગરોલ જી.સુરત
(૨) વોન્ટેડ- પશુઓ ભરી આપનાર:-બસીર અકબર ગીસા રહે વસરાવી મસ્જીદની નજીક
તા.માંગરોળ જી.સુરત
(૩) વોન્ટેડ-પશુઓ મંગાવનાર:- અઝહર શકીલ અહેમદ રહે સપના નગર પાલોદ કીમ
ચાર રસ્તા તા.માંગરોલ જી.સુરત
ગુનાવાળી જગ્યાએથી કબ્જે કરેલ મુદ્દામાલ વિગત
> નાના પાડા-પાડીયા નંગ-૦૭ કિ.રૂ.૩૫,૦૦૦/-
> પીકઅપ ગાડી રજી.નં. રજી નં-GJ-05-BZ-3708 ની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/-
> મો.ફોન કિંમત-૩૦૦૦/-
કુલ્લે કિ.રૂ. ૩,૩૮,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
