Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ડમ્પર સાથે મોપેડ અથડાતા ભયંકર અકસ્માત – એકનો કરુણ મૃત્યુ, એક ઈજાગ્રસ્ત

Share

અંકલેશ્વર: અંકલેશ્વરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ અતુલ કંપની નજીક આજે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર રેહાન મકસુદ અન્સારી (રહે. સુરત)નું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે તેનો સાથી ફારુક કાળુભાઈ મેહેતરને નાની-મોટી ઇજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.સૂત્રો મુજબ, બંને ઈસમો સુરતથી અંકલેશ્વર રોજિંદા ધંધાકીય કામે અપડાઉન કરતા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર છોડી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

સુરત ખાતે આદિવાસી સમાજની દીકરી સાથે બનેલ ઘટના બાબતે મૂળનિવાસી એકતા મંચ દ્વારા કરજણના મામતલદારને આવેદનપત્ર પાઠવાયુ

ProudOfGujarat

હાંસોટ પોલીસ સ્ટેશન ખાતે બંદૂક જમા કરાવવા આવેલ ખડુતો ની બંદૂક માંથી ગોળીઓ છૂટતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

ProudOfGujarat

આજે ફરી શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 392 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 15300 ના સ્તરે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!