Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એસ.ટી. વિભાગ દ્વારા ‘હર ઘર તિરંગા’ રેલી અને વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા

Share

ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી વિભાગીય યંત્રાલયથી શરૂ થઈ વિભાગીય કચેરી, ભોલાવ અને ભોલાવ બસ સ્ટેશન સુધી પહોંચી હતી. એસ.ટી. કર્મચારીઓએ મુસાફરો અને સ્થાનિક નાગરિકોમાં તિરંગા પ્રત્યે ગર્વની ભાવના જગાવી તેમજ ઘરો ઉપર તિરંગો ફરકાવવાની અપીલ કરી.આ કાર્યક્રમના અંતે ‘વ્યસન મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત તમામ કર્મચારીઓએ વ્યસનમુક્તિ માટે પ્રતિજ્ઞા લીધી. આ અવસરે વિભાગીય નિયામક આર.પી. શ્રીમાળી, વિભાગીય પરિવહન અધિકારી સોલંકી, ડેપો મેનેજર વી.આર. છત્રીવાલા સહિત યંત્રાલય, કચેરી અને ભોલાવ બસ સ્ટેશનના કર્મચારીગણની હાજરી રહી.

Advertisement

Share

Related posts

આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડે અનોખું ‘રાઇડ ટૂ સેફ્ટી’ ગીત રજૂ કર્યું.

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વરમાં છઠ પૂજાની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

માંગરોળ : શ્રી એન ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 92.07%પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!