Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં ખોજા શિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભર જુલૂસનું આયોજન કરાયું

Share

અંકલેશ્વર

અંકલેશ્વર શહેરમાં ખોજા શિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભર જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

મહાન ઇમામ હુસેન અ.સ. તથા તેમના સાથીઓએ કરબલાની ધરતી પર આપેલો બલિદાન સમગ્ર માનવજાત માટે અડગ આસ્થા, સત્ય અને ન્યાયનું પ્રતિક છે. દર વર્ષે મોહરમ માસ દરમિયાન વિશ્વભરમાં શિયા સમાજ દ્વારા આ શહાદતને યાદ કરવામાં આવે છે.

અંકલેશ્વરમાં પણ ખોજા શિયા જમાતના આગેવાનોના નેતૃત્વમાં સમાજ જનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. કાળા વસ્ત્રોમાં, શોકસભર માહોલ વચ્ચે નૌહા-મર્સિયા અને માતમ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

જુલૂસ દરમિયાન નાનાથી લઈને વૃદ્ધ સુધીના સમાજજનોએ ભાગ લીધો હતો. “હુસેનિયત ઝિંદાબાદ” ના નારા સાથે કરબલાની બલિદાન ગાથા યાદ કરવામાં આવી. સાથો સાથ 15 મી ઓગષ્ટ સ્વતંત્ર દિવસ હોવાથી આપણા દેશના શહીદોને પણ યાદ કરી હિન્દુસ્તાન ઝિંદાબાદ ના નારા લગાવી દેશ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

આ પ્રસંગે જમાતના આગેવાનો દ્વારા જણાવાયું કે કરબલાનો સંદેશ માત્ર શિયા સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે છે. અનીયાય સામે લડવાની હિંમત, સત્યની સાથે રહેવાની પ્રેરણા અને માનવતા માટે ત્યાગ કરવાની ભાવના કરબલાની શહીદીમાંથી મળે છે.

જુલૂસ દરમિયાન અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં લોકો ઉભા રહી આ શ્રદ્ધાંજલિ સભર જુલૂસને નિહાળતા જોવા મળ્યા હતા.

અંતે સમૂહિક દુઆઓ સાથે શહીદોને યાદ કરીને જુલૂસનું સમાપન કરવામાં આવ્યું હતું.


Share

Related posts

રાજપીપળા : તિલકવાડા પ્રાથમિક શાળા ખાતે પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે ખેડૂતો માટે તાલીમ સંમેલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરાના કુમેઠા ગામમાં ઘરના મુખ્ય દરવાજા બહાર મગરના 4 ફૂટના બચ્ચાનું રેસક્યૂ કર્યું

ProudOfGujarat

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસના આગેવાનોએ ઉમેદવારોને સાંભળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!