Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાના વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરવાની શંકાએ જી.પી.સી.બીએ તપાસ હાથ ધરી હતી.

Share

અંકલેશ્વર

વાલિયા તાલુકામાં અવાવરું જગ્યા પર હેઝાર્ડ વેસ્ટ (અપાયોજનક કચરો) ખાલી કરવાના મામલા અગાઉ પણ સામે આવ્યા છે. હવે, ફરી એકવાર વટારીયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ રીતે હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરવામાં આવ્યો હોવાની માહિતી મળતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક ખેડૂતો અને સભાસદોએ જ્યારે આ અંગે શંકા વ્યક્ત કરી અને ગંભીરતા દેખાડી, ત્યારે તેમણે ગુજરાત પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) ખાતે જાણ કરી હતી. મળેલી જાણકારીના આધારે GPCBની ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થળ પરની પરિસ્થિતિની તપાસ શરૂ કરી હતી.  ટીમે કેમિકલ જેવી શકયતા ધરાવતા સફેદ રંગના વેસ્ટના નમૂનાઓ એકત્ર કરી, તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ ખેડૂત સમાજમાં ભય અને ઉદ્વેગનો માહોલ સર્જાયો છે. હાલના પરિસ્થિતિમાં ખેડૂતો તેમની જમીન અને પાકને નુકસાન થવાની શક્યતા રહે છે.
Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાજપારડી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલની રેઇડ દરમિયાન વિદેશી દારૂ વેચતો સગીર યુવક ઝડપાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકા મામલતદાર સ્ટાફ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

નેશનલ હાઇવે ૪૮ પર સાંસરોદ ગામ પાસે ખાનગી લકઝરી બસ પલ્ટી મારતા દોડધામ, ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!