અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી પુષ્પ વાટિકા સોસાયટીમાં આવેલ સરસ્વતી વિદ્યાલયમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના શાળા બંધ થયા બાદ એક કલાક પછી બની હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી.શાળાના સ્ટાફે તાત્કાલિકથી કાર્યવાહી કરતાં ફાયર બોટલ અને પાણીથી આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. જોકે, આગના સ્થળ સુધી ફાયર ટેન્ડર પહોંચવામાં મુશ્કેલી થઈ હતી કારણકે સોસાયટીમાં દબાણના કારણે ફાયર વાહન માટે પ્રવેશ શક્ય બની ન હતો.આ દબાણ સામે અગાઉથી શંકા વ્યકત થતી હોવા છતાં સ્થાનિક પંચાયત દ્વારા કોઇ યોગ્ય પગલા ન લેવાતા, આવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.
