Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બરોડા બીએનપી પારિબાએ તેના એગ્રેસિવ હાઇબ્રિડ ફંડના બેવડા સીમાચિહ્નની ઉજવણી કરી

Share

મુંબઈ, 19 ઓગસ્ટ, 2025 – બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ બેવડી સિદ્ધિઓ સાથે તેના બરોડા બીએનપી પારિબા એગ્રેસિવ ફંડની આઠમી વર્ષગાંઠની ઉજવણી કરે છે – સ્કીમની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 1,200 કરોડને વટાવી ગઈ છે અને ફંડે મજબૂત લાંબા ગાળાનું પર્ફોર્મન્સ આપ્યું છે જેણે તેના બેન્ચમાર્ક ક્રિસિલ હાઇબ્રિડ 35+65 – એગ્રેસિવ ઇન્ડેક્સને સતત મ્હાત કર્યો છે.

શરૂઆતથી જ સ્કીમે 13.05 ટકાનો સીએજીઆર નોંધાવ્યો છે જેણે 3 વર્ષ, 5 વર્ષ અને શરૂઆતથી બેન્ચમાર્કને આઉટપર્ફોર્મ કર્યું છે. શરૂઆતમાં કરેલું રૂ. 1,00,000નું રોકાણ 31 જુલાઈ, 2025ના રોજ વધીને રૂ. 2,77,441 થયું છે, જે તેની મૂળ વેલ્યુ કરતા લગભગ 2.8 ગણું વધ્યું છે. દરમિયાન, શરૂઆતથી જ દર મહિને રૂ. 10,000ની એસઆઈપીને સતત જાળવી રાખનાર રોકાણકારોએ લગભગ રૂ. 18.38 લાખ ભેગા કર્યા છે, જે ફંડની મજબૂત સંપત્તિ નિર્માણ સંભાવના દર્શાવે છે.

Advertisement

આ ઉપરાંત, સ્કીમનો 1.02થી વધુનો શાર્પ રેશિયો જોખમના યુનિટ દીઠ નોંધપાત્ર વળતર આપવાની તેની ક્ષમતા દર્શાવે છે. ડેટ સ્થિરતા સાથે ઇક્વિટી વૃદ્ધિની સંભાવના ભેળવીને ફંડનો ઉદ્દેશ્ય આવક અને મૂડી બંનેમાં વૃદ્ધિ કરવાનો છે.

ડાયવર્સિફાઇડ, રિસ્ક-ઓપ્ટિમાઇઝ્ડ પોર્ટફોલિયો

સિનિયર ફંડ મેનેજર જિતેન્દ્ર શ્રીરામ, પ્રતિશ કૃષ્ણન અને ગુરવિંદર સિંહ વસાન દ્વરા સંચાલિત આ ફંડ લાર્જ, મીડ અને સ્મોલ કેપ સ્ટોક્સ એમ ત્રણેય વર્ગોમાં ઇક્વિટીમાં 70 ટકા ફાળવણી જાળવે છે જ્યારે બાકીની રકમ ડેટ અને આંશિક ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાય છે જે વળતરને સંતુલિત કરે છે અને અસ્થિરતા ઘટાડે છે. માત્ર રૂ. 500ની લઘુતમ એસઆઈપી રકમ સાથે આ ફંડ રોકાણકારો માટે તેની સંપત્તિ સર્જનની સંભાવનાની પહોંચને સરળ બનાવે છે.

શા માટે હાઇબ્રિડ ફંડ્સ રોકાણકારો માટે કામના છે

ફાઇનાન્શિયલ પ્લાનર્સના મતે બરોડા બીએનપી પારિબા એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ જેવા હાઇબ્રિડ ફંડ્સ બજારના ઘટાડા દરમિયાન નુકસાન સામે કુશન પૂરું પાડે છે જેનાથી રોકાણકારો તેમના રોકાણ ચાલુ રાખી શકે છે અને તેમના નાણાંકીય લક્ષ્યાંકો સુધી પહોંચ્યા પહેલા ઘટી રહેલા બજારમાં રીડિમ કરવાનું ટાળી શકે છે. રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ જણાવે છે કે આવા ફંડ્સ મધ્યમ ગાળાના રોકાણની ક્ષિતિજ પર રિસ્ક-ઓપ્ટિમાઇઝ્ડ વળતર આપી શકે છે.


Share

Related posts

આંકોટ ( વાગરા ) માં તા. ૦૭ ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

ProudOfGujarat

ભરૂચના શ્રવણ ચોકડી નજીકના એક શોપિંગ ખાતે પાર્ક કરેલ ઇલેક્ટ્રિક બાઇકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ.

ProudOfGujarat

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!