Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે રાજયકક્ષા નો “વેદ થી નવઉદ્યમ સુધી” નામ નો સેમિનાર યોજાયો.

Share

વાંકલ:: સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે ઇનોવેશન ક્લબ અંતર્ગત “વેદ થી નવઉદ્યમ સુધી” વિષય હેઠળ એક જ્ઞાનસભર રાજ્યસ્તર નુ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુશોભન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સૂર્યાસિંઘ વસાવાની આગેવાની હેઠળ થયું, જ્યારે એસ. એસ. આઇ. પી અને ઇનોવેશન ક્લબ ના કૉઓર્ડિનેટર ડૉ. અનિલસિંહના માર્ગદર્શનથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવ્યો.

સેમિનારમાં ડૉ. હેમાલી સુરતી , મેડિકલ ઑફિસર, સરકારી આયુર્વેદિક દવાખાના , વાંકલ દ્વારા આયુર્વેદની પરંપરા અને તેના મૂળભૂત તત્ત્વોની ચર્ચા કરીને પ્રાચીન ઔષધીય જ્ઞાન કેવી રીતે આજના સમયમાં પણ જીવનશૈલી માટે પ્રાસંગિક છે, તે સમજાવ્યું. ત્યારબાદ ડૉ. રવી રાવ એસ. (આચાર્ય પી પી સવાણી આયુર્વેદિક કોલેજ, સુરત) દ્વારા આધુનિક ચિકિત્સા પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક શોધખોળની પ્રગતિ વિષયે રસપ્રદ માહિતી આપી. વૈદ્ય અહમદ સવાણી (ઉદ્યોગસાહસિક , સંસ્થાપક અને સંચાલક, સિફા આયુર્વેદિક હોસ્પિટલ સુરત) એ ઓનલાઇન સેમિનાર યોજી આયુર્વેદિક દવાઓમાં નાનોટેકનોલોજી દ્વારા લક્ષ્યલક્ષિત ડ્રગ ડિલિવરી વિષે પ્રસ્તુતિ આપી અને પ્રાચીન જ્ઞાન તથા આધુનિક વિજ્ઞાનના સંકલનથી થનારા ચમત્કારિક પરિણામો પર પ્રકાશ પાડ્યો.

Advertisement

સેમિનાર ના અંતિમ વક્તા , ડૉ. સંજય પી. સિદ્ધાપુરા (મદદનીશ પ્રાધ્યાપક , સરકારી વિજ્ઞાન કોલેજ , વરાછા) એ વિદ્યાર્થીઓને આયુર્વેદ આધારિત ઉદ્યોગસાહસિકતા વિષે માર્ગદર્શન આપ્યું અને કેવી રીતે પરંપરાગત જ્ઞાનને સ્ટાર્ટઅપ્સ અને નવા વ્યવસાયોમાં રૂપાંતરિત કરી શકાય તે અંગે પ્રેરક વિચારો રજૂ કર્યા.

ચારે વક્તાઓ સાથે જોડાયેલા આ પ્રસ્તુતિઓએ વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યેની જિજ્ઞાસા જગાવી, તેમજ પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેક્નોલોજી સાથે ઉદ્યોગસાહસિકતા દ્વારા નવા અવસર ઉભા કરવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો. કાર્યક્રમના અંતે આયોજનકર્તાઓએ તમામ મહેમાનો તથા ઉપસ્થિતોને હાર્દિક આભાર માન્યો. સમસ્ત કાર્યક્રમનું સંચાલન સૂક્ષ્મજીવ વિજ્ઞાન ના પ્રાધ્યાપક જયદીપ, કૃષ્ણ અને અર્ચના દ્વારા કરવામાં આવ્યા. સેમિનારમાં રાજ્યના ચાર કોલેજના ૨૦૦ થી વધુ વિધ્યાથિઓ ભાગ લીધો હતો.


Share

Related posts

ઝઘડીયા નેત્રંગ રેલ્વે ભુતકાળનું સંભારણુ બનવાના આરે આદિવાસી પટ્ટીની સુવિધા લુપ્ત થવાની વાતે જનતા ચિંતીત…

ProudOfGujarat

વડોદરા : કરજણ મામલતદાર એન.કે.પ્રજાપતિની બદલી થતાં સેવાસદન ખાતે વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ પાસે આવેલ રામપુર ગામમાંથી પસાર થતી પાનમ નદીમાંથી એટીએમ કાર્ડ મળી આવ્યા છે. જેને લઈને પોલીસ દ્વારા નદીના પાણીમાંથી તમામ એટીએમ કાર્ડને કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!