એફએસસી બ્રાન્ચનું ઉદ્ઘાટન આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી અમર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. તસવીરમાં અન્ય મહાનુભાવોમાં ગિફ્ટ સિટીના પ્રિન્સિપલ ઓફિસર – આઈએફએસસી આશુતોષ મિશ્રા, ગુજરાતના રિજનલ હેડ – રિટેલ સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન જયુર શાહ, ગિફ્ટ સિટીના આઈએફએસસીના ફંડ મેનેજર અભિન શાહ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના સ્ટ્રેટેજિક પ્રોડક્ટ ડેવલપમેન્ટના લીડ શ્રદ્ધા ઠક્કર સમાવિષ્ટ છે
ગાંધીનગર, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શયિલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (the ‘AMC’) ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટરમાં બ્રાન્ચ સ્થાપી છે (the ‘IFSC Branch’).
આઈએફએસસી બ્રાન્ચને આઈએફએસસી નિયમનોને અનુલક્ષીને મંજૂરી મળ્યા મુજબ વિવિધ નિયંત્રિત સ્કીમ્સ/રિટેલ સ્કીમ્સ/એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને આવી અન્ય પ્રવૃત્તિઓ માટટે ફંડ મેનેજમેન્ટ પ્રવૃત્તિઓ હાથ ધરવા આઈએફએસસીએ (ફંડ મેનેજમેન્ટ) રેગ્યુલેશન્સ, 2025 (‘IFSC Regulations’) હેઠળ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી (‘IFSCA’) તરફથી રજિસ્ટર્ડ ફંડ મેનેજમેન્ટ એન્ટિટી (રિટેલ) (‘Retail FME’) તરીકે રજિસ્ટ્રેશન મળ્યું છે. આ વિસ્તરણ ભારતમાં વૈશ્વિક મૂડી અને રોકાણ તકો વચ્ચે સેતુ તરીકે કામ કરવા માટે એએમસીના ઉદ્દેશ્યનો પુનરોચ્ચાર કરે છે.
આ પ્રસંગે એએમસીની આઈએફએસસી બ્રાન્ચે ભારતના ફાઇનાન્શિયલ માર્કેટમાં આંતરરાષ્ટ્રીય મૂડીને ચેનલ કરવા માટે બનાવાયેલી તેની પહેલી રિસ્ટ્રીક્ટેડ સ્કીમ રજૂ કરી હતી.
આ ઉદ્ઘાટન પ્રસંગે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી લિમિટેડના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર શ્રી નવીન અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે ભારત તેના વિકાસ માર્ગમાં પેઢીગત પરિવર્તનના શિખર પર છે, જે મજબૂત વસ્તી, ઝડપી શહેરીકરણ, ડિજિટલ-ફર્સ્ટ અર્થતંત્ર અને દૂરગામી નીતિ સુધારાઓ દ્વારા સમર્થિત છે. આ ભારતીય બજારોમાં એક્સપોઝર મેળવવા માંગતા લાંબા ગાળાના રોકાણકારો માટે એક તક રજૂ કરે છે. ગિફ્ટ સિટીમાં એએમસી બ્રાન્ચની સ્થાપના સાથે, અમે રોકાણકારો માટે ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ, અલ્ટરનેટિવ્સ અને હાઇબ્રિડ ઓફરિંગ દ્વારા ભારતમાં ભાગ લેવા માટે એક વૈશ્વિક પ્રવેશદ્વાર બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.”
આઈએફએસસી બ્રાન્ચનો હેતુ વૈશ્વિક રોકાણકારો સાથે જોડાણને સરળ બનાવવા માટે એક કેન્દ્ર તરીકે સેવા આપવાનો છે. ગિફ્ટ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આઈએફએસસીએના વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક કરેલ નિયમનકારી માળખાનો લાભ લઈને, આઈએફએસસી બ્રાન્ચ ભારતના મૂડી બજારોમાં સરળ, પારદર્શક અને કર-કાર્યક્ષમ એક્સેસ પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે.
