Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડાતાલુકા પિનપુર ગામેથી સોલાર પ્લાન્ટમાંથી રૂ.૩લાખથી વધુના કેબલ વાયરની ચોરી થઈ.

Share

વાંકલ

ઉમરપાડાતાલુકાના પિનપુર ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટ માંથી અજાણ્યા ચોર ઇસમો એ રૂપિયા ૩લાખના કેબલ વાયર ચોરી કરી ફરાર થઈ જવાની ઘટના બનતા ઉમરપાડાપોલીસ મથકે ગુનો નોંધાયો હતો. અજાણ્યા ચોરે પીનપુરગામની સીમ માં બ્લોકસર્વેનં.૮૩નીજમીન પર આવેલી અનન્ય ઊર્જા પ્રા.લિ.કંપની મિલકતમાંથી ચોરી કરી અજાણ્યા આવેલી અનન્ય ઊર્જા સોલાર પ્લાન્ટ માં બાપાસિતારામ ટેક્સટાઇલ અને બાપાસિતારામસિન્થેટીક સોલાર પ્રોજેક્ટમાં ચોરે કોપરના બનેલા ડીસી કેબલ વાયર પકડ જેવા ઓજારથી કાપી લઈ ગયા હતા. ચોરાયેલવાયર આશરે ૫૦૦૦મીટર જેટલો અંદાજે રૂ.૩,૦૦,૦૦૦|- જેટલી કિંમતની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.આ બનાવ અંગે ઘનશ્યામ રમેશભાઈ કાંકરેચા (રહે.શ્રીવિલાસોસાયટી,કામરેજ)એ ઉમરપાડાપોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.હાલ પોલીસે અજાણ્યા ચોરઈસમ સામે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

વિનોદ(ટીના ભાઈ)મૈસુરીયા,વાંકલ.


Share

Related posts

ગોધરા સરદારનગરખંડ ખાતે જિલ્લા પુરવઠા તંત્ર અને કોમન સર્વિસ સેન્ટરની અધ્યક્ષ સ્થાને વર્કશોપ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું :બીપીએલ લાભાર્થી ઓને ગોલ્ડન કાર્ડ કાઢી આપવામાં આવશે

ProudOfGujarat

પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વર જી.આઇ.ડી.સી. નાં મુખ્ય માર્ગ પર પ્રદુષિત ખાલી બેરલ મૂકી ફરાર…

ProudOfGujarat

રાજપીપલા સ્મશાન ગૃહ મુક્તિધામમા અગ્નિ સંસ્કાર માટે નર્મદા પોલીસે 10 ટ્રક લાકડા આપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!