Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટ્રેનમાં બે શખ્સોના પર્સની ચોરીની બે ઘટનામાં 26 હજારથી વધુની ઉઠાંતરી

Share

ભરૂચ રેલવે પોલીસે બન્ને ઘટનાની ફરિયાદ નોંધી
ભરૂચ.
ભરૂચ રેલવે પોલીસમાં બે ટ્રેનમાં બે મુસાફરોના સામાનની તસ્કરો ચોરી કરી ગયાં હોવાની બે ફરિયાદ નોંધાઇ છે.
પહેલા બનાવમાં મુંબઇના ડોંબીવલી ખાતે રહેતાં હિનાબેન ખુશાલ સંગોઇ તેમની કાકી સાથે ભુજથી મુંબઇ જવા માટે કચ્છ એક્સપ્રેસમાં બેસી મુંબઇ આવી રહ્યાં હતાં. રાત્રીના સમયે તેઓ તેમની સીટ પર સુઇ ગયાં હતાં. તે વેળાં તેમણે તેમનું પર્સ તેમના માથા પાસે મુક્યુ હતું. રાત્રે અઢી વાગ્યે તેમને જાગ આવતાં તેમણે તેમનું પર્સ નહીં જોતાં તપાસ કરતાં તે તેમના પગ પાસે મળ્યું હતું. જે જોતાં તેની ચેઇન ખુલ્લી હોવાનું જણાતાં અંદર તપાસ કરતાં તેમાંથી રોકડા રૂપિયા, સોનાની ચેઇન, પેન્ડલ સહિત કુલ 21 હજારથી વધુની મત્તાનો સામાન ચોરી થયાંનું માલુમ પડ્યું હતું. આખરે તેમણે રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બીજા બનાવમાં મુંબઇના પાલઘર ખાતે રહેતાં રિયાઝ મોહમદ નૂર મોહમદ અજમેર રેલવે સ્ટેશનથી ગરીબરથ એક્સપ્રેસમાં અમદાવાદ આવ્યાં હતાં જ્યાંથી તેઓ તે જ ટ્રેનમાં મુંબઇ આવી રહ્યાં હતાં. દરમિયાનમાં રાત્રીના 3 વાગ્યે ભરૂચ રેલવે સ્ટેશન પર ટ્રેન ઉભી રહી ત્યારે તેમને જાગ આવતાં તેમણે તેમનું પર્સ તપાસતાં તે મના પેન્ટમાંનું પર્સ ચોરી થયાનું માલુમ પડ્યું હતું . બનાવને પગલે તેમણે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર પકડવામાં આવ્યા

ProudOfGujarat

પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે ખેડૂતોને પાણી આપવા મુખ્યમંત્રીનો નિર્ણય.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક પાલીથી હૈદરાબાદ જતી રણકપુર એકસપ્રેસ ટ્રેનમાંથી માતા અને પુત્રી ગુમ થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!