અંકલેશ્વરના જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્ય અનુસાર ભાડભુત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં દુબાણમાં જતા જુના સરફુદ્દીનની ગામ તળની જગ્યા તેમજ મકાનો ડૂબાણમા આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મેહસુલ વિભાગ સચિવાલય ગાંધીનગર ધ્વારા ૩૯ મકાનોનું જાહેરનામું આપ્યુ છે તે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છેઆ આ ઉપરાંત
જુના ગામમા ગૌચરણ છે એટલું ગૌ ચરણ નવી વસાહતમા ફાળવવામાં આવે અને સ્મશાન માટે પણ જગ્યા ફાળવવાની સહિત અન્ય માંગ કરવામાં આવી છે.
Advertisement
