વાંકલ ::
માંગરોળ તાલુકા ના આંબાવાડી(કુંડી ફળિયું)પ્રાથમિક શાળા ખાતે બે ઓરડા(20લાખ)ખર્ચે તૈયાર થનાર ઓરડા નું ભૂમિપૂજન અને પાંચ લાખના ખર્ચે બનેલ શેડનું લોકાર્પણ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
તાલુકાના મોસાલી, સિમોદ્રા,ગીજરમ,માંડણ,લુવારા,બોરિયા વિગેરે ગામોમાં મકાન બાંધકામ, વિવિધ રસ્તાઓ,પેવર બ્લોક, શેડ, આરોગ્ય ભાવનના કામોમાટે રૂપિયા 2.85કરોડ ના ખર્ચે ભૂમિપૂજન અને લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ કાર્યકમો યોજાયા હતા.આ પ્રસંગે માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા,દીપકભાઈ વસાવા, આંબાવાડીના સરપંચ નરેશભાઈ ચૌધરી,તા.પં.સદસ્ય તૃપ્તિબેન શૈલેષભાઈ મૈસુરીયા,અંબાવાડીના ઉપસરપંચ જશુભાઈ ચૌધરી,ગામના આગેવાન ધનજીભાઈ ચૌધરી,મુકુંદભાઈ પટેલ, ધર્મેશપટેલ,આંબાવાડી શાળા સ્ટાફગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આંબાવાડી ના ગ્રામજનોએ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા નો આભાર માન્યો હતો.
