Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંડવીમાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ અસેસમેન્ટ કેમ્પ

Share

આજરોજતારીખ:- ૨૦/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે માંડવી સરકારી હોસ્પિટલ ખાતે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના સામાજીક અધિકારતા ન્યાય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે ૨૩ – બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા ની ઉપસ્થિત તેમજ સુરત જિલ્લાના સર્વે સમાજના વરિષ્ઠ નાગરિકો(વૃધ્ધો)  માટે સહાયક ઉપકરણ અસેસમેન્ટ (સાધન સહાય) આપવાના હેતુ માટે વરિષ્ઠ નાગરિકોને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા ચાલવાની લાકડી, કાખઘોડી, કાનનું મશીન, કૃત્રિમ દાંત, ચશ્મા, વ્હીલચેર, જેલ ફોમ ગાદી, ઘૂંટણના પટ્ટા, પગની સંભાળ કીટ, એલએસ બેલ્ટ, સર્વાઇકલ કોલર, સીટ સાથે ચાલવવાની લાકડી, કોમોડ સાથે ફોલ્ડિંગ ખુરશી વગેરે સાધનો વિના મૂલ્યે આપવા માટે ઍલ્મિકો ભારત સરકાર તથા જિલ્લા પ્રશાસન સુરત સહયોગથી નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીગણ, અધિક્ષક ડો. પરિમલ ચૌધરી, ડો. નરેન્દ્ર ચૌધરી તેમજ મામલતદાર જય પ્રકાશ મિસ્ત્રી, મહામંત્રી શાલીન શાહ, વિજય પટેલ,સંગઠનના હોદેદારો, ચૂંટાયેલા સભ્યો, મોરચાના હોદેદારો, બુથ પ્રમુખો, શક્તિકેન્દ્ર સંયોજકો તેમજ સિનિયર કાર્યકર્તાઓએ હાજર રહ્યા હતા.

જીતેન્દ્ર સોલંકી માંડવી

Advertisement

Share

Related posts

મેહદવિયહ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ.

ProudOfGujarat

અંકલેશ્વર વિસ્તારમા વીજ ટ્રાંસફોરમર તોડી કોપર વાયર ચોરી કરતી ગેંગ ઝડપાય

ProudOfGujarat

હાર્દિક પટેલ આજથી શરૂ કરશે આમરણાંત ઉપવાસ, કોંગ્રેસના અનેક ધારાસભ્યો તેના સમર્થનમાં ઉતર્યા-હાર્દિક-હુંકાર અને હોબાળા બાદ અટકાયત..જોવા મળશે આજે..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!