વડોદરા રેન્જના આઇ જી પી સંદીપસિંહ ભરૂચના પાલેજ સ્થિત પોલીસ મથકની મુલાકાતે આવ્યા હતા. પાલેજ આવી પહોંચતા તેઓનું ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક, ભરૂચ નાયબ પોલીસ અધિક્ષકે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓએ પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓની પરેડ નિહાળી હતી. પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કોમલબેન વ્યાસે તેઓને પોલીસ મથકની વર્ષ દરમિયાન થયેલી કામગીરીની જાણકારી આપી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આજરોજ અમારી કચેરી દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે. એ અનુસંધાને મારા દ્વારા પાલેજ પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી છે.
જેમાં ગયા વર્ષ કરતા આ વર્ષના આઠ માસમાં ગુનાની શું પરિસ્થિતિ છે આગળ શું કરી શકાય એ વિશે એસ પી સાથે ડી વાય એસ પી સાથે અને પી આઈ સાથે ચર્ચા કરવામાં આવી છે. રેકોર્ડની ચકાસણી કરવામાં આવી છે. અત્યારે ગુજરાત પોલીસે એક નવા અભિગમ સાથે ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોની સમસ્યા સાંભળી છે. એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. એની સાથે સાથે તેરા તુજકો અર્પણ જે મુદ્દામાલ પોલીસ પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે ફરિયાદો કરવામાં આવી છે એની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. મને એ વાતની ખુશી છે કે ગયા વર્ષ કરતા પાલેજ પોલીસ મથકમાં અકસ્માતના ગુના ઓછા બન્યા છે. પાલેજ હાઇવે ઓવરબ્રિજ નીચેનો વધુ એક ગાળો ખુલ્લો કરવા બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આ વાત મારા ધ્યાન પર આવી છે. અને મેં એસ પી તેમજ અન્ય અધિકારીઓને સૂચના આપી શું નિરાકરણ લાવી શકાય એ બાબતે સૂચન કર્યું છે.ઓવરઓલ કામગીરીની સમીક્ષા એ ખુબ સંતોષકારક છે. એમ જણાવ્યું હતું.
