Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આઝાદ પૂર્વે થી અંકલેશ્વર જૂની શાકમાર્કેટ ખાતે 80 વર્ષ ઉપરાંત થી યોજાતા શેરી ગરબા અંકલેશ્વર ની આગવી ઓળખ બની છે.

Share

નવરાત્રી ની પૂર્વ રાત્રી ના પ્રતિ વર્ષ કરવામાં આવતું માતાજી નું સ્થાપન અને જવારા વાવણી કરી હતી.વિના સાઉન્ડ સિસ્ટમ અને ડીજે વગર માત્ર સીડી ના સથવારે ગરબા નું પ્રતિવર્ષ થતું આયોજન કરાયું છે.મોદી સમાજ ના વિશેષ ગણાતા ગરબા માં શહેરીજનો મન મૂકી ગરબા રમે છે.

ગુજરાતની ઓળખ એવા ગરબા અસલ ઓળખ શેરી ગરબા છે. ત્યારે અંકલેશ્વર માં 80 વર્ષ ઉપરાંત થી એટલે કે ભારત ની આઝાદી પુર્વે થી જૂની શાકમાર્કેટ ખાતે શેરી ગરબા નું આયોજન કરાઈ છે. આજે પણ અંકલેશ્વર માં તેનું આકર્ષણ યથાવત જોવા મળી રહ્યું છે. ખાસ વાત છે કે આ શેરી ગરબા માં નવરાત્રી પની આગલી રાત્રી ના આયોજકો દ્વારા વિધિવત રીતે પૂજા વિધિ સાથે માતાજી ની સ્થપાના કરાઈ છે. તેમજ તેના પરંપરાગત ગરબી અને જવારાનું સ્થાપન કરવામાં આવે છે. ચૌટા બજાર જૂની શાકમાર્કેટ સ્થિત મોદી સમાજ તેમજ સ્થાનિક યુવકો દ્વારા શાકમાર્કેટ યુવક મંડળ ના માધ્યમ થી આ શેરી ગરબા યોજવામાં આવે છે. ખાસ વાત પણ છે. કે અહીં અસલ ટેપ અને સીડી પ્લેયર પર સ્પીકર ના સથવારે ગરબા નો પ્રારંભ થયો છે. રાકેશ મોદી, કમલેશભાઈ મોદી, દીપેશ ગોળવાળા, કૃણાલ પંચોલી, ધીરેન મોદી અને યુવકો મળી પ્રતિ વર્ષ વડીલો ના સથવારે સમગ્ર આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં રોજ મન મૂકી ને વડીલો થી લઇ બાળકો ગરબે ઘૂમી માતાજી ની નવ દિવસ આરાધના કરતા હોય છે.

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકામાં વહેલી સવારે વીજ કંપની ટીમના દરોડા, 40 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ.

ProudOfGujarat

રાજપીપળાના ડો.દર્શના દેશમુખે મોદીની અપીલને માન આપી 2038 સગર્ભાઓની મફત સારવાર કરી.

ProudOfGujarat

વિસાવદર તાલુકાનાં નાની મોંણપરી ગામનાં રામજી મંદિરનાં પૂજારીની સળગેલી હાલતમાં લાશ મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!