Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વૃક્ષારોપણ તેમજ શાળાકક્ષાએ બાળકોમાં જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ 

Share

ભરૂચ 

ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઇ રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે ગ્રામીણ ક્ષેત્રોમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અંતર્ગત ભરૂચ જિલ્લાની નગરપાલિકાઓમાં સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત તમામ વાણીજ્ય વિસ્તારરહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈબાગ-બગીચાઓફૂટપાથ સફાઇ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. આ સાથે ગ્રામ્યસ્તરે સ્વચ્છતા શપથવૃક્ષારોપણજાહેર માર્ગો- ચોકફુટપાથતળાવપંચાયત ઘરઆંગણવાડી કેન્દ્રો સહિતના સ્થળોની સફાઇ કરાઇ હતી. ગામમાં વૃક્ષારોપણશાળા સફાઇજાહેર માર્ગોઆંગણવાડીપંચાયત ઘર સહિતની સફાઇ હાથ ધરાઇ હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં પણ કર્મચારીઓ દ્વારા સફાઇ અભિયાન તથા રેકર્ડ વર્ગીકરણ હાથ ધરાયું હતું.

Advertisement

આ સાથે જ શાળા તથા આંગણવાડીકક્ષાએ પણ જાગૃતિ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ હતી. સફાઇ કર્મચારીઓના સન્માન માટે સેલ્ફી પોઈન્ટ બનાવી નાગરિકોને તેની સાથે જોડીને સોશિયલ મીડિયામાં શેર કરવાની કામગીરી કરવામાં આવી હતી. 


Share

Related posts

કનગામ પ્રાથમિક સ્કૂલની પાછળ જુગાર રમતાં 4 ઝડપાયાં

ProudOfGujarat

ભરૂચ : ભગવાન મેઘરાજના દર્શન કરવા લોકોની ભીડ જામી…!

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઘોડબાર ગામના કેશવદાસજી મહારાજને ફાગવેલ ધામથી ગાદી અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!