Proud of Gujarat
bharuchBusinessFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોટક લાઇફે  એક રેગ્યુલર ગેરેંટીડ ઈન્ક્મ પ્લાન ‘એજ’ લોન્ચ કર્યો – જે લોન્ગ ટર્મ માટે નાણાકીય સુરક્ષા અને પ્રોટેક્શન આપે છે

Share

અર્લી રેગ્યુલર ઈન્ક્મ, 7 દિવસની અંદર કેશબેક, 40 વર્ષ સુધી રિટર્ન અને રાઇડર્સ સાથે વ્યાપક લાઈફ કવર – આ ઓલ ઈન વન પાવરફૂલ પ્લાન છે

મુંબઈ,

Advertisement

કોટક મહિન્દ્રા લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, નાણાકીય સુરક્ષા દ્વારા જીવનને સશક્ત બનાવવાના તેના 25મા વર્ષની ઉજવણી કરી રહી છે, ત્યારે કંપનીએ કોટક એજ (અર્લી ડિફાઈન્ડ ગેરેંટીડ અર્નિંગ્સ)ના લોન્ચની જાહેરાત કરી છે, જે આજના ગ્રાહકોની વિકસતી નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બનાવાયેલ એક વ્યાપક લાઈફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન છે.

મુખ્ય વિશેષતાઓ

· કેશબેક: પોલિસી ઈશ્યુ થયાના 7 દિવસની અંદર વાર્ષિક પ્રીમિયમના 50% સુધી

· ગેરેંટીડ રેગ્યુલર ઈન્ક્મ : 13મા મહિનાથી શરૂ થાય છે, 40 વર્ષ સુધી ચાલુ રહે છે

· વ્યાપક લાઈફ કવર: પોલિસી ટર્મ દરમ્યાન પ્રોટેક્શન

· મેચ્યોરિટી પર લમ્પસમ બેનિફિટ : તમારા તમામ પ્રીમિયમ પાછા મેળવી શકાશે

· ઈન્ક્મ માટેના ફ્લેક્સિબલ વિકલ્પો: રેગ્યુલર પેઆઉટ ની પસંદગી અથવા એકત્રિત જમા કરીને એક સાથે ઉપાડ કરી શકાશે

· હેલ્થ અને વેલનેસ સર્વિસીસ: તમારા વેલબિઈંગ માટે બિલ્ટ-ઇન સપોર્ટ

આજના ઝડપી ગતિશીલ વિશ્વમાં, ગ્રાહકો સામે એવી નાણાકીય જવાબદારીઓ આવી ચડે છે જેના ઉપર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર પડે છે. કોટક એજ અર્લી રેગ્યુલર ઈન્ક્મ પૂરી પાડીને, પોલિસીધારકોને ઈન્ક્મ ના વધારાના પ્રવાહ સાથે સશક્ત બનાવીને આ તાત્કાલિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન થયેલ છે. તે એવી ઈન્ક્મ છે જે માગે ત્યારે ઉપલબ્ધ થાય છે, જે જીવનની તાત્કાલિક પ્રાથમિકતાઓને પ્રતિભાવ આપવા માટે બનાવવામાં આવેલ છે.

તાત્કાલિક લીકવીડિટી અને લોન્ગ ટર્મ ગેરેંટીડ ઈન્ક્મ નું સંયોજન કરીને, કોટક એજ રેગ્યુલર પેઆઉટ, અર્લી રેગ્યુલર ઈન્ક્મ, ગેરેંટીડ રિટર્ન અને વ્યાપક લાઈફ કવર – આ બધું એક જ પ્લાન માં આપે છે.

કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સના MD શ્રીમાન મહેશ બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “અમારી 25 વર્ષની સફરને એવું માર્ગદર્શન મળ્યું છે કે નાણાકીય સોલ્યુશન્સ અમારા ગ્રાહકોના જીવન સાથે વિકસિત થવા જોઈએ. કોટક એજ એક એવું સોલ્યુશન છે – જે લોન્ગ ટર્મ માટેની સુરક્ષા અને નાણાકીય સ્થિરતા સાથે સમાધાન કર્યા વિના અર્લી ઈન્ક્મ સપોર્ટ પૂરો પાડે છે. જેમ જેમ અમે આગળ જોઈએ છીએ, અમે સહાનુભૂતિ સાથે નવીનતા લાવવા માટે પ્રતિબદ્ધ છીએ, અમારા ગ્રાહકોને જીવનના દરેક તબક્કે આત્મવિશ્વાસથી જીવવા માટે સશક્ત બનાવીએ છીએ.”

કોટક લાઇફની કામગીરી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી અને ગ્રાહક સેવા પર તેનું ધ્યાન પ્રતિબિંબિત કરે છે. 31 માર્ચ, 2025 સુધીમાં, કંપનીએ 98.6%^ કલેઇમ સેટલમેન્ટ રેશિયો, નોન-ઇન્વેસ્ટિગેશન વાળા કલેઇમ માટે એક દિવસમા સેટલમેન્ટ અને 2.86# નો સોલ્વન્સી રેશિયો જાળવી રાખ્યો હતો.


Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક્સરેની પ્લેટનાં અભાવે દર્દીઓ ની હાલત કફોડી: ગરીબ દર્દીઓને પ્રાઈવેટમાં એક્સરે કઢાવી આપનાર સેવા યજ્ઞ સમિતિ

ProudOfGujarat

ભરૂચમાં મતગણતરી નો પ્રારંભ.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે…

ProudOfGujarat

ઝગડિયા ની નામાંકિત કંપની સેન્ટ ગોબિન ગેરકાયદેસર વેસ્ટ નિકાલ કરતા ઝડપાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!