Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે 50 ફૂટ ના રાવણ, 48 ફૂટ ના કુંભકર્ણ અને 48 ફૂટ ના મેઘનાથ ના પૂતળા રામલીલા ના કલાકારો અને એસેટ મેનેજર જે.એન.સુકનદન ના હસ્તે દહન કરાયું હતું.

Share

અસત્ય પર સત્યનો વિજય નો ઉત્સવ એટલે વિજય દશમી પર્વ. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વસતા ઉત્તર ભારતીય સમાજ દ્વારા રામલીલા નું આયોજન પ્રતિ વર્ષ કરતા હોય છે. ઓએનજીસી ના રાવણ દહન નું પણ અનેરું આકર્ષણ છે. જિલ્લાના સૌથી મોટા રાવણ દહન ના આયોજનો પૈકી એક અંકલેશ્વર ઓએનજીસી નું હોય છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે 49 વર્ષના લગાતાર આયોજન કરવામાં રહ્યું છે. 50 ફૂટ ના રાવણ ,48 ફૂટ ના કુંભકર્ણ અને 48 ફૂટ ના મેઘનાથ ના વિશાળ કદના પૂતળા ઓએનજીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉભા કરવામાં આવ્યા હતા.સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હજારો ની સંખ્યા માં રાવણ દહન કાર્યક્રમ નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા. રામલીલા સમિતિ દ્વારા રામલીલા ઓડિટોરિયમ ખાતે ચાલી રહેલા રામલીલા ના કલાકારો દ્વારા રામ રાવણ યુદ્ધ ના અંતિમ દ્રશ્ય ગ્રાઉન્ડ પર રજૂ કર્યા હતા જ્યાં રાવણ અને રામ ના ભીષણ યુદ્ધ બાદ રામ દ્વારા રાવણ ના વધ સાથે જ રામ અને એસેટ મેનેજર જે.એન.સુકનદન ના હસ્તે રાવણ પર તીર છોડી રાવણ દહન ની શરૂઆત કરી હતી એક પછી એક મેઘનાથ અને ત્યારબાદ કુંભકર્ણ નું પણ દહન કરાયું હતું.. ત્યારે એસેટ મેનેજર જે.એન.સુકનદન દ્વારા અસત્ય પર સત્યનો વિજય રૂપી આ કાર્યક્રમ અનુલક્ષી ને સંદેશો પાઠવી સૌને શુભકામના પાઠવી હતી. જે બાદ નાસિક ના કલાકારો દ્વારા ભવ્ય આતીશબાજી યોજી હતી જે નિહાળીને હજારો મેદનીએ આશ્ચર્યચકિત બની હતી.

Advertisement

Share

Related posts

નવા આર.ટી.ઓ ના નિયમ વિરુદ્ધ આવેદન અપાયું.

ProudOfGujarat

ભરૂચ : કૃષિબિલનાં વિરોધમાં જિલ્લા કોંગ્રેસનાં કાર્યકરોએ કિસાન અધિકાર દિન નિમિત્તે ધરણાં- ઉપવાસ કર્યા.

ProudOfGujarat

વડોદરા – પાદરાના ગામેઠા ગામમાં બે સમુદાય વચ્ચેના ઝઘડાના મામલે પોલીસે ટોળા સામે નોંધ્યો ગુનો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!