ભરૂચ
વિકાસ સપ્તાહ ૨૦૨૫ના અવસરે ભરૂચ જિલ્લાના નેત્રંગ ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી બકુભાઈ વસાવાએ પોતાની ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, જિલ્લા ખેતીવાડી વિભાગની કચેરી મારફતે તેમને ખેતીવાડી ખેત ઓજાર સાઘન સહાય યોજના અંતર્ગત વિવિધ ઓજારો જેવા કે કલ્ટી, રોટાવેટર, ઓરણી વગેરે મશીનો માટે સરકારશ્રી તરફથી સહાય મળી છે. જેની સહાય પેટે ૨૫૦૦૦/- હજારનો ચેક મળ્યો છે. વિકાસ સપ્તાહ અભિયાન હેઠળ સરકારશ્રી દ્વારા છેવાડાના લોકો સુધી વિવિધ યોજનાઓના લાભ પહોંચાડવા માટે વિવિધ વિભાગો સતત પ્રયત્નશીલ છે. ગ્રામ સ્તરે યોજનાકીય માહિતી સરપંચ, તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવક મહત્વની ભૂમિકા નિભાવે છે. બકુભાઈ વસાવાને ગ્રામ સેવક પાસેથી આઈ-ખેડૂત પોર્ટલ અંગે માહિતી મળી. આ પોર્ટલ મારફતે ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની માહિતી મેળવી શકાય છે તેમજ ઓનલાઈન અરજી કરવાની સગવડ પણ ઉપલબ્ધ છે. તેમણે આ પોર્ટલ દ્વારા કલ્ટી,રોટાવેટર,ઓરણી વગેરે મશીન માટે અરજી કરી હતી. સરકાર દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત આર્થિક સહાય રૂપે રૂ. ૨૫૦૦૦ની સબસીડી મળતા તેઓએ આનંદ કર્યો હતો. આ સહાયથી મને ખેતીમાં નવી ઉર્જા મળી છે, જે બદલ હું સરકારશ્રી અને ખેતીવાડી વિભાગનો આભારી છું.
Advertisement
