વાંકલ ::
ઘેર- ઘેર ગાયો પાળો, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિ, ઘેર ઘેર સંસ્કાર આપો તેમજ ઘેર ઘેર વૃક્ષો વાવોનો સંદેશ આપતી મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તથા તેઓના સુપુત્ર અને અનુગામી ડૉ.મતાઉદ્દીન સલીમુદ્દીન – ચિશ્તી દ્વારા નૂતન વર્ષે વિશેષ સંદેશ તેમજ આશીર્વચન આપવામાં આવ્યાં હતા. મોટામિયાં માંગરોળ મુખ્યગાદી ખાતે ડૉ મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુખ, શાંતિ અને સલામતી સાથે સમાનતા અને સ્નેહભર્યા માહોલમાં નવું વર્ષ પસાર થાય એજ અભ્યર્થના. આ ઉપરાંત રહેઠાણ પાલેજ મુકામે વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ મુલાકાત આપી નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી, દેશની એકતા અને ભાઇચારા માટે દુઆ ગુજારી હતી.
Advertisement
